Saturday, September 21, 2024
HomeGujaratહળવદના માથક ગામની સીમમાં જુગાર રમતા આઠ જુગારીઓ ૧.૭૧ લાખના મુદ્દામાલ સાથે...

હળવદના માથક ગામની સીમમાં જુગાર રમતા આઠ જુગારીઓ ૧.૭૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

હળવદ તાલુકાના માથક ગામની સીમમાં જુગાર રમતા આઠ આરોપીને રોકડ રકમ રૂ.1,71,500 ના મુદ્દામાલ સાથે પકડી જુગારનો ગણનાપાત્ર કેસ હળવદ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. પોલીસે માથક ગામે રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર રહે. માથક ગામ વાળાની કરારની સીમ વાળી વાડીની બહાર ઝાપા પાસે જુગાર રમતાં ઈસમો પર રેઇડ કરી મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. અજીતસિંહ.એન.સિસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ કોન્સસ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા અજીતસિંહ એન.સિસોદીયાને મળેલ ખાનગી બાતમીને આધારે માથક ગામે રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર રહે. માથક ગામ વાળાની કરારની સીમ વાળી વાડીની બહાર ઝાપા પાસે જુગાર અંગે રેઇડ કરી આઠ ઇસમો રોહીતભાઇ વાઘજીભાઇ પરમાર, અજીતભાઇ દિનેશભાઇ રાતૈયા, હેમુભાઇ અરજણભાઈ ભોરણીયા, મેરૂભાઇ ખેતાભાઇ લાંબરીયા, મુકેશભાઇ વિહાભાઈ ડાભી, ભરતભાઇ પરબતભાઈ હેણ, કાળુભાઇ ખોડાભાઇ ડાંગર અને અસરફ ઉર્ફે અસો હબીબભાઇ વડગામાની રોકડ રકમ રૂા.૧,૭૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!