Saturday, September 21, 2024
HomeGujaratઅમેરિકામાં ભારત - અમેરિકા સિનિયર સીટીઝન દ્વારા ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

અમેરિકામાં ભારત – અમેરિકા સિનિયર સીટીઝન દ્વારા ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

મૂળ મોરબીના અને ખાખરેચી ગામના વતની અને હાલ અમેરિકા રહેતા ડૉ.ગુણવંતભાઈ આરદેસણા, અન્ય ભારતીય સિનિયર સીટીઝન, અમેરિકાના ન્યુજર્સીના મેયર તેમજ અન્ય ડિપાર્ટમેન્ટના ઓફિસરો અને જીગરભાઈ શાહ તેમજ રજનીભાઇ પટેલ વગેરેએ સ્વાતંત્ર પર્વની રંગે ચંગે ઉજવણી કરી હતી. સંપૂર્ણ ભારતીય પરંપરામાં સાંસ્કૃતિક કાર્યક્રમોંનું આયોજન પણ કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામા ભારતીય ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
- Advertisement -

અમેરિકામાં ભારત અને અમેરિકાના સિનિયર સિટીઝન દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મૂળ મોરબીના ખાખરેચી વતની અને હાલ અમેરિકામાં રહેતા ડૉ. ગુણવંતભાઈ આરદેસણા,ભારતીય સિનિયર સિટીઝન અને અમેરિકાના ન્યૂજર્સીના મેયર તેમજ અન્ય ડિપાર્ટમેન્ટના ઓફિસરો અને જીગરભાઈ શાહ તેમજ રજનીભાઈ શાહ સહિતનાએ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.

તેમજ ભારતીય પરંપરામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી વિદેશમાં પણ વતનની સુવાસ ફેલાવવામાં આવી હતી. ડૉ. ગુણવંતભાઈ શાહ સતત સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે અને જેઓ પ્રખર રાષ્ટ્રભક્ત છે. સતત તેઓ ભ્રમણ કરી ઋષિ પરંપરાનું જીવન જીવી રહ્યા છે. તેમજ તેઓ તમામ ભારતીય સમુદાય સાથે આપણા દેશને ઉજાગર કરતી પ્રવુતિઓ કરતા રહે છે. અમેરિકામાં પણ ખાખરેચી ગામ તેમજ મોરબીનું નામ રોશન કરી રહ્યા છે અને આવી રાષ્ટ્રહિતની પ્રવૃત્તિ કરવા બદલ મોરબી તેમના માટે ગૌરવ લઇ રહ્યું છે અને તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!