Tuesday, December 24, 2024
HomeGujaratમોરબીવાસીઓમાં આનંદની લાગણી:યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના મેળાને સત્તાવાર મંજૂરી મળતા દીકરીઓના...

મોરબીવાસીઓમાં આનંદની લાગણી:યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના મેળાને સત્તાવાર મંજૂરી મળતા દીકરીઓના હસ્તે ઉદ્ઘાટન

દીકરીઓના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરી પ્રથમ દિવસે જરૂરીયાતમંદ બાળકોને મેળાની મોજ કરાવાઈ:૧૨ રાઈડ્સ અને બાળકો માટે ધીંગા-મસ્તી સહિતના અનેક આકર્ષણો

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત ક્રિષ્ના મેળાનો આજે ધમાકેદાર પ્રારંભ થયો છે. આજે દીકરીઓએ પોતાના હસ્તે મેળાને મોરબીવાસીઓ માટે ખુલ્લો મુક્યો છે. આજે પ્રથમ દિવસે મેળામાં જરૂરીયાતમંદ બાળકોને મોજ કરાવવામાં આવી હતી તેમજ મોરબીમાં સત્તાવાર રીતે મેળા ને મંજૂરી મળ્યા મોરબીવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

મોરબીવાસીઓ દરેક તહેવારને મનભરીને માણી શકે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કંડલા હાઇવે ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં ક્રિષ્ના ઉત્સવ મેળાનું આયોજન કર્યું છે. આ મેળો તા.2 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આજે મેળાનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ મેળામાં અન્ડર વોટર ટનલ ફિશ એકવેરિયમનું ખાસ આકર્ષણ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત 12 જેટલી રાઈડ્સ અને મોતનો કૂવો પણ આ મેળામાં છે. વધુમાં બાળકોને જલસો પડી જાય તેવા એકથી એક ચડિયાતા આકર્ષણો આ મેળામાં રાખવામાં આવ્યા છે. આ નજીવી એન્ટ્રી ટીકીટ રાખવામાં આવી છે. જેની સાથે એકવેરિયમ ટનલ પણ નિહાળવા મળશે.

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી જણાવે છે કે જન્માષ્ટમીના આ પર્વે બાળકો મોજ અને મસ્તી કરી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપે આ મેળાનું આયોજન કર્યું છે. ત્યારે અહીં લોકોની સુરક્ષાની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે. લોકો અહીં આવી મન ભરીને મેળાને માણે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!