Friday, November 15, 2024
HomeGujaratમોરબી:ડમ્પરના હાઇડ્રોલિક ઠાઠા નીચે દબાઈ જતા ચાલકનું મૃત્યુ

મોરબી:ડમ્પરના હાઇડ્રોલિક ઠાઠા નીચે દબાઈ જતા ચાલકનું મૃત્યુ

રીપેરીંગ અર્થે ડમ્પરનો પાછળનો ભાગ હાઇડ્રોલિકથી ઉંચો કરી કામ કરતા સમયે બનેલ બનાવમાં ચાલક યુવકનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા દેવાણંદભાઇ રણમલભાઇ કુભારવાડીયા ઉવ.૩૨ ગઈકાલ તા.૧૯/૦૮ના રોજ તાલુકાના ભડીયાદ ગામ પાસે આવેલ અમ્રુલ મીનરલ કારખાનાના કંમ્પાઉન્ડમાં પોતાના ડમ્પરમા કોઈ મેન્ટેનન્સ કામગીરી કરવા હાઇડ્રોલીકથી ઠાઠાનો ભાગ ઉચો કરી કામ કરતા હતા ત્યારે અકસ્માતે હાઇડ્રોલીક નીચે પડી જતા ચેચીસ અને ડમ્પર વચ્ચે દેવાણંદભાઇની ડોકનો ભાગ દબાઇ જતા તેમનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃતકની લાશ અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુના બનાવની તાલુકા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હતબ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!