ટંકારાનાં મિતાણા નજીક ગમખ્વાર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મિતાણા ઓવરબ્રિજ નિચે જઈ રહેલ બાઈક ધડાકાભેર ટ્રક સાથે અથડાતા બાઈક સવાર પતિની સામે જ પત્નીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.અને આગળની કાર્યવાહી આરંભી હતી.
મળતી માહિતી અનુસાર,રક્ષાબંધન પર્વ અનુસંધાને માદરે વતન શક્તિનગર ખાતે રહેતા ભાઈને રાખડી બાંધીને પરત રાજકોટ જતા દંપતી ને મિતાણા ઓવરબ્રિજ નિચે અકસ્માત નડ્યો હતો.
જેમાં બાઈક સવાર દંપતીને ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર પતિના સામે જ પત્નીનું ધટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે ટંકારા 108 ને જાણ થતાં ઈટીએમ રૂબિયાબેન ખુરેશી, પાઈલોટ મુકેશભાઈ તાત્કાલિક ધટના સ્થાને પહોચી ગયા હતા. અને ધાયલ પતીને હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ઉપરાંત મરણ જનાર મહિલા ગોદાવરીબેન ગણેશભાઈ ગજેરાને પી.એમ અર્થે ટંકારા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બનાવ અંગે ટંકારા પોલીસના નેકનામ ઓપી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે 108 ઈટીએમ રૂબિયાબેન ખુરેશી દ્વારા મૃતક મહિલાનાં ધરેણા તથા કિમતી સામાન હોસ્પિટલમાં આવેલ પરીવારને પરત કર્યા હતા ત્યારે પોલીસે પણ બનાવ અંગે તપાસ શરૂ કરી છે.