Friday, November 15, 2024
HomeGujaratટંકારા નગરપાલીકામાં સમાવેશ ન કરવાની માંગ સાથે કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રીને...

ટંકારા નગરપાલીકામાં સમાવેશ ન કરવાની માંગ સાથે કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ

ટંકારા તાલુકાની કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કલ્યાણપર ગામ પંચાયતને ટંકારા નગરપાલિકામાંથી બાકાત કરવા તેમજ કલ્યાણ પર ગામને ટંકારા નગરપાલિકા સાથે ન જોડવા બાબતે ગામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ટંકારા થી કલ્યાણપર ગામ ચારથી પાંચ કિલોમીટર દૂર હોય લોકોના કામકાજ માટે પણ ધર્મના ધક્કા ખાવા પડે છે ત્યારે ગ્રામ પંચાયતને ગામ પંચાયત રાખવા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, ટંકારા કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કલ્યાણપર ગામને ટંકારા નગરપાલિકામાંથી બાકાત રાખવા તેમજ કલ્યાણ પણ ને ટંકારા નગરપાલિકા સાથે ન જોડવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. કલ્યાણપર ગામના લોકોએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે અત્યાર સુધી ગ્રામ પંચાયતથી વહીવટ કરવામાં આવતો હતો જે સુયોગ્ય રીતે વહીવટ ચાલતો હતો. ત્યારે ટંકારાથી કલ્યાણપર ગામ આશરે ૪ થી ૫ કિલો મીટર દૂર થાય છે. ત્યારે તમામ વહીવટી કામ ગ્રામ પંચાયત દ્વારા કલ્યાણપર ગામમાં જ થતાં હતા. હવે નગરપાલિકા થતા સરકારી કામો કે વહીવટી કામો માટે ૫ કી.મી. દૂર મામલતદાર ઓફીસે સુધી ધક્કા ખાવા પડશે. તે ઉપરાંત કલ્યાપર ગામને અંધારામાં રાખી તેમજ કોઈ પણ જાતની જાણ કર્યા વિના ટંકારા નગરપાલિકા સાથે જોડાણ કર્યું છે. તેથી મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરવામાં આવી છે કે કયારે કરાવ થયેલ છે ?, કોને કોને સહીઓ કરી ઠરાવ કરેલ છે ? ગ્રામ સભા કરેલ પણ છે ? સાધનિક કાગળો કયારે, કોની સહીથી આપેલ છે તે ગ્રામજનોને જાણ સુધા નથી. કલ્યાણપરની ગામની વસ્તી આશરે ૧૬૦૦ છે. તે ઉપરાંત આર્યનગરની વસ્તી અને ટંકારાની વસ્તી નગરપાલિકા જેટલી થતી ન હોય. કોઇ પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે બીજી કોઈ પણ સવલત ન હોય તે ઉપરાંત કલ્યાણપર ગામ પંચાયતને લાયક હોય અને ગ્રામ પંચાયત સારી અને સુયોગ્ય રીતે વહીવટ કરે છે. આ તો રાજકીય રોટલા શેકવા માટે પોતાના લાભ માટે નગરપાલિકા આપવામાં આવેલ છે. હાલ કલ્યાણપર ગામ સમસ્ત મુદાઓને ધ્યાને આવતા ઉગ્ર રોષ સાથે નગરપાલિકાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ છે. તેથી કલ્યાણપર ગામના લોકો નગરપાલિકામાંથી બાકાત થવા માંગે છે. કલ્યાણપર ગામ સમસ્તની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તમે કલ્યાપર ગામને ટંકારા નગરપાલિકામાંથી બાકાત કરો અને નગરપાલિકા સાથે ન જોડવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!