- હળવદના હસમુખભાઈનું સોનાના દાગીના ભરેલ પર્સ તારીખ ગઈકાલે 19/8/2024 ના સાંજના પાંચ થી છ વાગ્યા સુધીમાં હળવદના મયુરનગર થી સુસવાવ સુધીમાં પડી ગયુ હતુ જે બાબતે મોરબી મીરર દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને આ પર્સ નીચી માંડલના નરેશભાઈ ધીરુભાઈ થરેશા નામના યુવકને મળી આવ્યું હતુંઆ પર્સમાં સોનાનો ચેઈન, સોનાનું મંગળસૂત્ર અને સોનાના પાટલા જેવા કિંમતી ઘરેણાં હતા.મોરબી મીરર ની જાહેરાત તેમના સુધી પહોંચતા તેમાંથી નંબર મેળવી મૂળ માલિક નો સંપર્ક કરી આ પર્સ નરેશભાઈ એ મૂળ માલિકને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.