મોરબી સીરામીક નગરીમાંથી ક્રાઇમ-નગરી બનતું જવાનો વધુ એક સમાજને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાની કૌટુંબીક થતી સગીરા ઉપર બળજબરી પૂર્વક વારંવાર સામુહિક દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભ રાખી દેતા બે નરાધમો સામે ખુદ સગીરા દ્વારા તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના લખધીરપુર ગામ નજીક આવેલ સીરામીક કારખાનામાં ગત તા. ૧૪/૦૬ તથા ૧૫/૦૬ એમ સતત બે દિવસ ૧૭ વર્ષીય સગીરા ઉપર સગીરાના કૌંટુંબીક સગા થતા બે નરાધમો દ્વારા સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ત્યારે બંને હવસખોરની હવસ સંતોષાઈ ગયા બાદ સગીરાને ગુન્હાહિત ધમકી આપી બંને નરાધમો ચાલ્યા ગયા હતા. ત્યારે પોતાના ઉપર થયેલ દુષ્કર્મ બાબતે ડરી ગયેલ સગીરાએ કોઈને જાણ કરી ન હોય ત્યારે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર બનાવ સામે આવતા સગીરા દ્વારા બંને નરાધમો ડેલન આહીરવાર રહે.ગઢાકોટા જીસાગર(એમ.પી.) તથા મનિષ આહીરવાર રહે. ગઢાકોટા જી.સાગર (એમ.પી.) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને હવસખોર આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા પોકસો સહિતની ભારે કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.