મોરબીના રવાપર ગામની સીમ સર્વે નંબર ૧૮/૧૩ પૈકી ૩ વાળી જમીન કે જે વડીલોપાર્જીત જમીન હોય તેના ખેડવાણ શેઢા તોડી ખેતી વિષયક જમીન ઉપર કબ્જો કરતા પિતા-પુત્રો વિરુદ્ધ જમીન માલીક દ્વારા લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ઉપરાંત ત્રણેય પિતા-પુત્રો દ્વારા જમીન માલીક સાથે ઝઘડો કરીને પોતાની જમીન ઉપર જાવા નહીં દેવા તથા આ બાબતે પતાવી દેવાની ગર્ભિત ધમકીઓ આપ્યા હોવાની પણ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ તથા ધાક ધમકી સહિતની કલમો હેઠળ ત્રણેય પિતા-પુત્રો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર ગામ વેલકમ પ્રાઇડ બંગલો વિંગ સી ફ્લેટ નં.૬૦૩માં રહેતા મયુરભાઇ લખમણભાઇ અધારા ઉવ.૩૨ એ આરોપીઓ ધરમશીભાઇ જીવાભાઇ અઘારા, સંજયભાઇ ધરમશીભાઇ અઘારા તથા મનિષભાઇ ધરમશીભાઇ અઘારા ત્રણેય રહે.મોરબી રવાપર ગામ બોનીપાર્ક રવાપર ઘુનડા રોડવાળા સામે ફરિયાદ નોંધાવી કે ફરીયાદી માયુરભાઈની સંયુકત માલીકીની વડીલોપાર્જીત રવાપરા ગામના સર્વે નંબર ૧૮/૧૩ પૈકી ૩ ની જમીન કુલ ક્ષેત્રફળ ૧-૪૩-૬૬ હે.આર.ચો.મી. વાળીમાં ઉપરોક્ત ત્રણેય પિતા-પુત્રોએ ડીસેમ્બર-૨૦૨૨ થી ટ્રેકટરથી શેઢામાં ખેડવાણ કરી ગેરકાયદેસર કબ્જો કરી આરોપી સંજયભાઈ અને મનીષભાઈએ ફરીયાદી મયુરભાઈને તથા સાહેદો સાથે ઝઘડો કરી કહેલ કે ‘તમારૂ કામ તમામ કરી નાખવુ પડશે’ તેવી વારંવાર ગર્ભીત ધમકી આપતા હોય બીજીબાજુ ફરિયાદી મયુરભાઈને તેમની માલીકીની જમીનમાં પ્રવેશવા નહી દેતા મયુરભાઈએ જમીન માપણી કરાવતા માપણી સીટ મુજબ ૦-૯૨-૦૬ હે.આર.ચોમી. જમીન ઉપર ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ગેરકાયદેસર દબાણ કરી શેઢા તોડી ખેડવાણ કરી કબ્જો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.