શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણીયા જુગારની મોસમ પણ પુર બહારમાં ખીલી છે ત્યારે જુગાર રમતા લોકોને ઝડપી પાડવા માટે મોરબી પોલીસ પણ સતર્ક બની છે જેમાં મોરબી એલસીબી ટીમ દ્વારા વાંકાનેર ના ઢુવા નજીક સેનીટેક સેનેટરીવેરમાં દરોડો પાડીને પાંચ જુગારીઓને છ લાખથી વધુની રોકડ રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
જુગાર ના દરોડાની વિગત મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સેનીટેક સેનેટરીવેર (રાધે આર્ટસ)ના ગોડાઉનમાં દરોડો પાડતા જુગાર રમતા રાજેશભાઈ જીવરાજભાઈ મેંદપરા(રહે.૮.જી,એપાર્ટમેન્ટ,ફ્લોરા ૧૫,રવાપર રોડ મોરબી),ચંદ્રકાંતભાઈ બચુભાઈ સાદરીયા(રહે.બી ૧ ટાવર,ફ્લોરા ૨૦૨,એસપી રોડ મોરબી), દીપ્તેશભાઈ જગજીવનભાઈ વામજા(જમના એપાર્ટમેન્ટ,રવાપર રોડ મોરબી),વાસુદેવભાઈ મગનભાઈ ગઢીયા (પ્રમુખ રેસીડેન્સી,શુકન ૭૦૪ ,રવાપર રોડ મોરબી)અને રસિકભાઈ ચતુરભાઈ ઘેટીયા(રહે.ગોલ્ડન એલિટા એપાર્ટમેન્ટ,રવાપર રોડ મોરબી)વાળા જુગારીઓને કુલ રૂપિયા ૬,૦૪,૫૦૦ ની રોકડ સાથે ઝડપી પાડી વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાર્યવાહી હાથ કરવામાં આવી છે.