Sunday, November 17, 2024
HomeGujaratમોરબીના હળવદ રોડ ઉપર ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવતા ઇજાગ્રસ્ત ચાલકનું સારવારમાં મોત

મોરબીના હળવદ રોડ ઉપર ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવતા ઇજાગ્રસ્ત ચાલકનું સારવારમાં મોત

મોરબી હળવદ રોડ ઉપર કબરાઉ મોગલધામથી પરત ઊંચી માંડલ ગામે બાઇક ઉપર પરત આવતા હોય ત્યારે કાળમુખા ડમ્પરે બાઇક સવાર પતિ પત્ની તથા તેમના પુત્રને પાછળથી ઠોકરે ચડાવતા બાઇક ચાલક પતિના પગ ઉપર ડમ્પરનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો. ત્યારે ત્રણેય લોકોને ૧૦૮ મારફત સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં જય ગયા હતા જ્યાં પત્ની અને તેના પુત્રને પ્રાથમિક સારવાર આપી રજા આપી હતી જ્યારે બાઇક ચાલક પતિને વધુ સારવારમાં રાજકોટ ત્યાંથી અમદાવાદ રીફર કર્યા હતા ત્યાં અમદાવાદ ખાતે બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન પતિનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની પત્ની દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જીલ્લાના સીંગલકુવા ગામના વતની હાલ ઊંચી માંડલ ગામ નજીક આવેલ જીયોબાથ સેનેટરીવેરના કારખાનામાં છેલ્લા આઠ વર્ષથી રહેતા મંજુલાબેન રંગીતભાઇ ઉર્ફે રણજીતભાઇ કાદવાભાઇ રાઠવા ઉવ.૩૪એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ડમ્પર રજી.નં.જીજે-૩૬-૨૦-૯૧૪૪ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૦/૦૮ ના રોજ મંજુલાબેન તથા તેમના પતિ રંગીતભાઈ અને તેમનો ૧૧ વર્ષીય પુત્ર વનરાજસી એમ ત્રણેય તેમનું બાઇક રજી.નં. જીજે-૩૪-એફ-૬૧૭૬ લઇ મોરબીથી ઘુટુ ગામ તરફ જતા હતા ત્યારે આઇ.ટી.આઇથી આગળ ઉમીયા પાર્ક સોસાયટીના નાકા પાસે પહોચતા પાછળથી આવતા ડમ્પરના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રક ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી બાઇકના પાછળના ભાગે એકસીડન્ટ કર્યું હતું. જે અકસ્માતમાં મંજુલાબેન તથા તેમના દિકરા વનરાજસીને શરીરે મુંઢ ઇજા તથા રંગીતભાઈને જમણા પગે સાથળના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. રંગીતભાઈને પ્રથમ મોરબી સમર્પણ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ બાદ ત્યાથી અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરેલ ત્યા ચાલુ સારવાર દરમ્યાન ગઇ તા-૧૩/૦૮ ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ ઉલર મૂકીને નાસી ગયો હોય જે મુજબની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!