મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારના સમથેરવા ગામના સરકારી ખરાબાની વાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૪૮૬૦ કિ. રૂ.૧૮,૨૨,૫૦૦/- તથા ટ્રક અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ હતો જેમાં સુરેન્દ્રનગર પાટડી તાલુકાના પીપળી ગામના ઇસમનું નામ ખુલતાં શોધખોળ હાથ ધરી છે જો કે હાલ તે નાસી છૂટ્યો છે.
ગુજરાતમાં આશરે 30 હજાર કરોડથી વધુનો વિદેશી ધંધો રાજ્ય બહાર અને રાજયની અંદરના અધિકારીઓ ની મિલી ભગતથી ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લાની હદમાં છેલ્લા દસ દિવસથી વિદેશી દારુનું વેચાણ જાણે હમણાં જ શરૂ થયું હોય તેમ એક પછી એક દરોડા શરૂ થયા છે ત્યારે બધા દરોડા વાકનેર તાલુકાની હદમાં જ છે જેમાં ગત મોડી રાત્રીના ફરી આર આર સેલ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહની સુચના થી પીઆઈ એમ.પી.વાળાની ટીમને ખાનગી માહિતી મળી હતી કે વસંત કાનજીભાઇ વાણીયા રહે. પીપળી સુરેન્દ્રનગર વાળો વાંકાનેર તાલુકાના સમથેરવા ગામે ઇંગ્લીશ દારુનુ કટીંગ કરવાનો છે જેના આધારે સ્ટાફના રસીકભાઇ પટેલ, કુલદીપસિહ ચુડાસમા, રાજદીપસિહ ઝાલા તથા ધર્મેન્દ્રસિહ વાઘેલા નાઓએ ટ્રક નં જીજે ૦૩ એ.ટી. ૨૧૧૯ સમથેરવા ગામની સીમમાં ઉભેલો જોવા મળ્યો હતો એ સમયે ટ્રકમા ચેક કરતાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂનો જથ્થો મુક્યો હોવાનું બહાર આવ્યું હતું જેમાં વિદેશી દારૂની બોટલો કુલ નંગ ૪૮૬૦/- કિ.રૂ. ૧૮,૨૨,૫૦૦/- નો તથા ટ્રક નં જીજે ૦૩ એ.ટી.૨૧૧૯ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૨૫,૧૦૦/- નો મુદ્દામાલ મળી કબ્જે કર્યો હતો જો કે પોલીસને જોઈને આરોપીઓ નાસી છૂટ્યા હતા જેમાં બાદમાં આર આર વાંકાનેર તાલુકા પોલીસ મથકે વસંત કાનજીભાઇ વાણીયા રહે, પીપળી તા. પાટડી જી.સુરેન્દ્રનગર તથા (૨) ટ્રક નં જીજે ૦૩ એ.ટી. ૨૧૧૯નો ડ્રાઇવર તમામ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં થયેલી કામગીરી પરથી મોરબી જીલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં રોજના કેટલા ટ્રક વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે પરંતુ આ દારૂ ક્યાંથી કઈ કમ્પની કે વેપારી દ્વારા બહાર ન રાજ્યમાંથી ગુજરાત માં વેચાણ માટે કોઈ બિલ વિના ભરી દેવામાં આવે છે તેના પર ક્યારે સકંજો કસાયો નથી જો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવે તો આ દારૂ ઘુસાતો રોકવામાં મોટી કાર્યવાહી ગણાય તેમ છે.