Monday, November 18, 2024
HomeGujaratહળવદ પંથકમાં ટ્રાન્સફોર્મરમાં લંગર નાખી વીજચોરી કરતા ત્રણ કારખાનેદારને GUVNL તંત્ર દ્વારા...

હળવદ પંથકમાં ટ્રાન્સફોર્મરમાં લંગર નાખી વીજચોરી કરતા ત્રણ કારખાનેદારને GUVNL તંત્ર દ્વારા ૨.૧૨ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો

હળવદ પંથકમાં ટ્રાન્સફોર્મરમાં લંગર મારી મીટરને બાયપાસ કરી વીજચોરી કરવામાં આવી રહી હતી. જેને લઇને GUVNL ની વિજિલન્સ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરી રંગે હાથે ઝડપી પાડવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.GUVNL ની વિજિલન્સ ટીમ દ્વારા ત્રણ કારખાનેદારને ત્યાં ચેકીંગ હાથ ધરીને ૨ કરોડ ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી કરનાર તત્વો સામે GUVNL તંત્ર આકરા પાણીએ આવી ચેકીંગ હાથ ધરાયું હતું. તેમાં કોઈ પણ ચમરબંધીને બક્ષવામાં નહિ આવે તેવી વ્યવસ્થા સાથે GUVNL ના ADGP તથા સુપ્રીનટેન્ડન્ટ એન્જીનીયરની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તા. ૨૧ ની રાત્રે GUVNL ના વિજિલન્સ અધિકારીઓએ પોલીસ સ્ટાફ સાથે વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં વીજ ચેકીંગ દરમિયાન હળવદ તાલુકાના મેરૂપર તથા સુંદેરગઢ ગામ ખાતે આવેલ લાભ મિનરલ્સ, લાભ ઇન્ડસ્ટ્રીઝ તથા ઉમા મિનરલ્સ નામના કારખાનામાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા ટ્રાન્સફોર્મરમાં લંગર મારી મીટર ને બાયપાસ કરી વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેથી ત્રણેય કારખાનામાં મીટર તથા ટી.સી. ઉતારી લઈ ત્રણેય કારખાના માલિકોને ૨ કરોડ ૧૨ લાખ રૂપિયાના વીજ બિલ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ PGVCL કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય કારખાનાના માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમજ વીજ ચેકીંગમાં અધધ દંડની રકમની વાત સમગ્ર પંથકમાં વાયુ વેગે પ્રસરી જતાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!