અલગ–અલગ શહેરોમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી રિક્ષામાં અગાઉથી જ બેઠેલ શખ્સો દ્વારા મુસાફરના ખિસ્સા ખાલી કરતી ગેંગના બે રીઢા ગુન્હેગારો પોલીસના સકંજામાં આવ્યા છે. મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા રાજપર ચોકડીથી બે ઈસમોને પકડી પાડી અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો છે.
મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના અનુસાર મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ ગઇ તા.૨૯/૭/૨૦૨૪ ના રોજ ફરીયાદી મહિપતરામ ભવાનીશંકર રાવલ (રહે.હળવદ વસંત પાર્ક)ને મોરબી પરાબજાર પોસ્ટ ઓફીસ પાસેથી પેસેન્જર તરીકે એક સી.એન.જી રીક્ષામા બેસેલ અને થોડે આગળ મણીમંદીર પાસે પહોચતા રીક્ષા ચાલકે નીચે ઉતારી દીધેલ હોય એ દરમ્યાન ફરીયાદીના ખીસ્સામાથી ઈસમોએ રોકડ રૂ.૨૦,૦૦૦/- નજર ચુકવી ચોરી કરી લીધેલનુ જણાયેલ હતુ. જેને લઇ તેઓ દ્વારા મોરબી સીટી એ-ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા મોરબી સીટી એ-ડીવીજન પોલીસની ટીમ દ્વારા મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ તેઓને હયુમન સોર્સીસ થી મળેલ બાતમીદારો આધારે સાગરભાઇ ઉર્ફે બાડો મનસુખભાઇ અબસાણીયા (રહે.રાજકોટ હુકડો ચોકડી વેલનાથ સોસાયટી જડેશ્વર પાર્ક શેરીનં.૩ મામાસાહેબના મંદીરની બાજુમા) તથા અનીલભાઇ પ્રવીણભાઇ રાઠોડ (રહે.રાજકોટ ભગવતીપરા નદીકાંઠે રેખાબેન મનીષભાઈ કોળીના મકાનમા) નામના આરોપીઓને રાજપર ચોકડી થી સી.એન.જી રીક્ષા સાથે પકડી પાડી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આરોપીઓએ ઉપરોકત ચોરી કરેલાની કબુલાત આપતા તેમજ પોકેટ કોપથી સર્ચ કરતા આરોપીઓ રીઢો ચોર હોય અને આરોપીઓ પાસેથી ચોરીમા ગયેલ મુદામાલ કબ્જે કરી તેમજ બનાવમા ઉપયોગમા લીધેલ સી.એન.જી રીક્ષા કબ્જે કરી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ ગુ.૨.નં.૧૪૦૨/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૩(૨),૫૪ મુજબનો ગુનહો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.