ટંકારા તાલુકાના જબલપુર, નાના ખીજડીયા, મોટા ખીજડીયા, નેસડા સુરજી, સરાયા, લખધીરગઢ, હીરાપર કલ્યાણપર સહિતના ગ્રામ પંચાયતે ડેમી ૧ મીતાણાના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી વિવિધ માંગણીઓ કરી છે જે પૈકી ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે ડેમમાં હજુ સુધી માત્ર 7 ફુટ પાણીનો જથ્થો છે ત્યારે સૌની યોજના હેઠળ તાત્કાલિક અસરથી સિંચાઈ માટે પાણી છોડી ખેતરો માથી નમી ઉડી ગઈ છે માટે નહેર વાટે નિર વહાવે જેથી સપ્ટેમ્બર સ્ટાર્ટ માં ડેમી 1 કેનાલ ચાલુ કરવા સહિતની માગણી કરી હતી. આ ઉપરાંત ટંકારા મામલતદાર કચેરીના એટીવિટી સદસ્ય અને બિજેપી અગ્રણી રૂપસિંહ ઝાલા, દિનેશ વાધરિયા, ગણેશભાઈ નમેરાએ પણ ટંકારા ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાને આ અંગે ધ્યાન દોર્યું હતું.