રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સુચના કરેલ કે, ગેરકાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે અન્વયે કામગીરી કરતા દરમિયાન એસ.ઓ.જી.ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ દ્વારા ખાનગી બાતમી આધારે માદક પાદર્થ પોશડોડાના ૯૯ કિલો ૬૮૦ ગ્રામના મોટા જથ્થા સાથે ટ્રકમાં લઇ જતા બે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમને ગઈકાલે બાતમી મળેલ કે, RJ-39GA-6051 નંબરનો એક ટાટા ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઇ કચ્છ તરફ જનાર છે. જે ટ્રકમાં એક ડ્રાઇવર તથા એક ક્લીનર સવાર છે તે બન્નેના કબ્જા ભોગવટાવાળી સદર ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસડોડાનો જથ્થો ભરી નિકળનાર છે. જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ એસ.ઓ.જી.ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ વોચ તપાસ તેમજ વાહન ચેકીંગમાં રહેતા દેદારામ નારણારામ જાટ તથા બાબુલાલ ગંગારામ જાટ નામના ઇસમો ૯૯ કિલો ૬૮૦ ગ્રામનાં વનસ્પતીજન્ય માદક પદર્થ પોસ ડોડાનું ચોખુનાં રૂ.૨,૯૯,૦૪૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨૩,૦૯,૦૪૦/-ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૧૫(સી), ૨૯ મુજબની કાર્યવાહી કરી ઇસમોને ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.