મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે જુદા જુદા વિસ્તારમાં જુગારના ત્રણ દરોડા કરી ૨૧ જુગારીઓને પકડી લેવામાં આવ્યા છે, જ્યારે ૨ શખ્સો ભાગી છૂટતા કુલ ૨૩ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ત્રણેય દરોડામાં કુલ રોકડા રૂ.૧.૩૯ લાખ કબ્જે કર્યા હતા.
જુગારની પ્રથમ રેઇડની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના રવાપર ગામે આવેલ શુભમ એપાર્ટમેન્ટમાં કાંતિલાલ દેલવાડીયાની માલીકીના ફ્લેટ નં.૨૦૧માં ચાલી રહેલ જુગારના અખાડામાં અમુક શખ્સો દ્વારા તીનપત્તીનો જુગાર રમવાની ચોક્કસ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે શુભમ એપાર્ટમેન્ટના ફ્લેટમાં દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા કાંતીલાલ માવજીભાઈ દેલવાડીયા ઉવ.૫૦ રહે. રવાપર ગામ ગોલ્ડન માર્કેટ સામે શુભમ અઓરતમેન્ટ ફ્લેટ નં.૨૦૧, રાજભાઈ કાંતીલાલ દેલવાડીયા ઉવ.૨૧ રહે.શુભમ એપાર્ટ., ભરતભાઈ રામજીભાઈ બાવરવા ઉવ.૩૭ રહે.ચિત્રકૂટ સોસાયટી, દિલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા ઉવ.૪૩ રહે. રવાપર તળાવની બાજુમાં, રમેશભાઈ ભીખાભાઈ દસાડીયા ઉવ.૪૧ રહે.શુભમ એપાર્ટ., વિપુલભાઈ જયંતીભાઈ જોલાપરા ઉવ.૪૭ રહે. રવાપર ઘુનડા રોડ યોગી એપાર્ટમેન્ટ, મહેંદ્રભાઈ મનજીભાઈ બાવરવા ઉવ.૪૨ રહે.નવા બસ સ્ટેન્ડ સામે સ્વસ્તિક ટાવર, કલ્પેશભાઈ લાલજીભાઈ સાવરીયા ઉવ.૩૪ રહે.વાવડી રોડ ઉમિયા સોસાયટી, હિરલભાઈ ભુદરભાઈ ઠોરીયા ઉવ.૩૨ રહે.રવાપર ગામ શ્યામપાર્ક તથા શનીભાઈ કાંતીભાઈ લીંબાણી ઉવ.૩૦ રહે.રવાપર ઘુનડા રોડ માધવ એપાર્ટમેન્ટવાળાને કુલ રૂ. ૧,૩૧,૫૦૦/-રોકડ રકમ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં જુના મોરબીમાં નાની માધાણી શેરીના નાકે જાહેરમાં તીનપત્તીના જુગારની મજા માણી રહેલા જયદિપભાઈ હરેશભાઈ બારડ ઉવ.૨૨ રહે.દરબારગઢ નાની માધાણી શેરી, સાગર હરેશભાઈ બારડ ઉવ.૨૨ રહે.નાની માધાણી શેરી, હરેશભાઈ હીરાભાઈ બારડ ઉવ.૪૭ રહે.નાની માધાણી શેરી, નિખીલ રાજેશભાઇ સોલંકી ઉવ.૨૩ રહે.વીસીપરા રણછોડનગર શેરી નં.૨, મહેશભાઈ હિરાભાઈ બારડ ઉવ.૩૫ રહે.નાની માધાણી શેરી, ફેનીલ નીતીનભાઇ મોદી ઉવ.૨૭ રહે.નાની માધાણી શેરી, સંદિપ બળવંતભાઇ ચૌહાણ ઉવ.૩૨ રહે.ખત્રીવાડ શેરી નં.૨, હરપાલસિંહ દેવરાજસિંહ રાઠોડ ઉવ.૨૨ રહે.ખત્રીવાડ શેરી નં.૪, અમીતભાઈ મનુભાઈ તુવેર ઉવ.૪૫ રહે.ખત્રીવાડ શેરી નં.૨ ને ઝડપી લઈ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. ૬,૮૮૦/-જપ્ત કર્યા હતા.
ત્રીજા જુગારના દરોડામાં એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા બાયપાસ નજીક ગોકુલનગર શેરી નં.૨૧ના નાકા પાસે રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી ત્યારે કુલ ચાર શખ્સો પૈકી ૨ શખ્સો વિનુભાઈ વલ્કુભાઈ સોલંકી ઉવ.૪૬ રહે.ગોકુલનગર, કમલેશભાઈ નરશીભાઈ આંબડીયા ઉવ.૨૧ રહે.શકત શનાળા શેરી નં.૨ વાળાને પકડી લઈ તેની પાસેથી રોકડા રૂ.૬૬૦/- કબ્જે લીધા હતા જ્યારે પોલીસના દરોડા દરમિયાન આરોપી કરણ મનીષભાઈ સોલંકી તથા કિરણ દેવીપૂજક ભાગી છૂટ્યા હતા. જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ દર્શાવી ચારેય આરોપી સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.