સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક નાના મોટા જળાશયોમાં નવા નીર આવ્યાં છે. મોરબીના જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ પણ 70% ભરાઈ જવા પામ્યો છે. ઉપરવાસની સતત પાણીની આવક થતાં નાગરીકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ ડેમ સાઈડ આવતાં 29 ગામોને એલર્ટ કરાયા છે.
મોરબીના જીવાદોરી સમાન આવેલ મચ્છુ ૨ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સારા પ્રમાણમાં આવક ચાલુ થઇ છે. પાણીની આવકના લીધે મચ્છુ ડેમ 2 ડેમ ૭૦% ડેમ ભરાય ગયેલ હોવાની તંત્રએ જાહેરાત કરી છે. ત્યારે મચ્છુ 2 ડેમના હેઠળ આવતા નીચવાસના ગામોને એલર્ટ કરાયા છે.જેમાં મોરબી તાલુકના
જોિપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, રિમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુિકા, જુના સાદુિકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તથા માળિયા મી. તાલુકાના વીરવદરકા, ડેરિયા, નવાગામ, મેપર, હરીપર, મહેન્દ રગઢ, ફતેપર, સોનગઢ તથા માળિિંયા (મી) સહિતના ગામોને એલર્ટ કરાયા છે. એલર્ટ કરાયેલ ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ પશુઓને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના અપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મચ્છુ ૨ ડેમ ઓવરફ્લો થતાં માળિયા મી ના ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા એક માત્ર નેશનલ હાઇવે પર પાણી ફરી વળતા સૌરાષ્ટ્ર કચ્છનું જોડાણ પણ તૂટી જાય છે. મચ્છુ ૨ ડેમ વધુ ઓવરફ્લો થતાં વધુ દરવાજા ખોલતા તારાજી સર્જાઈ શકે છે.