વરસાદી માહોલ વચ્ચે સમગ્ર રાજ્યમાં ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ એવા જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા અને દહીં હાંડી મહોત્સવ ઉજવણી કરવામાં આવી છે. ત્યારે બગથળા ગામમાં પણ શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
બગથળા ગામમાં શ્રી અભિલાષા ગૌ સેવા યુવક મંડળ દ્વારા સવારે ૮ કલાકે શોભાયાત્રા રંગે ચંગે આખા ગામમાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ નકલંક મંદિરે પહોંચેલ જયાં મંદિરમાં દર્શન કરી નકલંક મંદિરનાં મંહાત શ્રી દામજી ભગત આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને બગથળા અભિલાષા ચોકમાં મટુકી ફોડનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બહેનો અને ભાઈઓ રાસ ગરબે રમ્યા હતા અને છેલ્લે પ્રસાદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે.ડી. વાંસદડિયા, અમૃતલાલ સર્ડાવા, અશોકભાઈ જમાદાર, આશિષ ભાઇ ઠોરીયા અને એ.કે. ઠોરીયા અને સમસ્ત યુવાનોએ મહેનત ઉઠાવી હતી.