આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને ભારે વરસાદે ઘમરોળ્યું છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મોરબીથી એક મોટી દુર્ઘટના બનાવ પામી છે. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપરથી પાણીમાં ટ્રેક્ટર તણાઇ ગયુ હતુ. જેથી તેમાં બેઠેલા લોકોમાંથી લગભગ 20 લોકો પાણીમાં તણાયા હતા. જેમાંથી 10 નો આબાદ બચાવ થયો હતો. જયારે અન્યની શોધખોળ ચાલુ છે. ત્યારે સમગ્ર મામલે મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સંવેદના વ્યક્ત કરી છે.
હળવદના ઢવાણાં ગામે થયેલ ટ્રેકટર દુર્ઘટના મામલે મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સંવેદના વ્યક્ત કરી છે. અને “X” (ટ્વિટર) પર ટ્વિટ કરી લાપતા લોકોના પરિવારજનો પ્રત્યે સોશ્યલ મીડિયાના માધ્યમથી સંવેદના વ્યક્ત કરી છે. અને તંત્ર દ્વારા સતત સંપર્કમાં રહી ઘટનાની માહિતી મેળવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં લખ્યું હતું કે, તંત્ર દ્વારા ખડેપગે રહી શોધખોળની કામગરી કરવામાં આવી રહી છે.