મોરબી જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ રસ્તા તેમજ પુલ પર પાણી ફળી રહયા છે. તેથી અઘિકારીઓ સ્થળ પર જઈ સતત નિરીક્ષણ કરી રહ્યા છે. તેમજ બંગાવડી ગામની બેઠો પુલ બે કાંઠે વહેતા કોઈને અવર જવર ન કરવા સૂચના અપાઇ છે. તેમજ ટંકારાના અમરાપર રોડ પર મુખ્ય સ્મશાન પાસેના પુલિયા પરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોવાથી ટંકારા મામલતદાર દ્વારા પુલ બંધ કરાવવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે બંગાવડી ગામનો બેઠો પુલ બે કાંઠે વહી રહ્યો છે. તેથી કોઈ એ અવર જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે ડિઝાસ્ટર નાયબ મામલતદાર કિરણ રોય ટિમ સાથે સતત પેટ્રોલીંગ કરી રહ્યા છે. ત્યારે ભારે વરસાદ વરસતા જામનગરને જોડતા ખાખરા પાસેના પુલની સ્થિતિ અંગે પણ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ટંકારા અમરાપર રોડ ઉપર મુખ્ય સ્મશાન પાસેના પુલિયા ઉપરથી ભયજનક સ્થિતિમાં પાણી વહેતું હોવાથી ટંકારા મામલતદાર કેતન સખિયા દ્વારા ટિમ સાથે નદીએ પહોંચી પુલ બંધ કરાવવામાં આવ્યો હતો. હોમગાર્ડ જવાનોના બંદોબસ્ત ગોઠવી કોઈએ સામા કાંઠે અવરજવર ન કરવા તથા સજાગ અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ટંકારા થી અમરાપર ટોળ કોઠારીયાને જોડતો રોડ ઉપર થી અવર જવર કરતા રાહદારીઓને જાણ કરવામાં આવી છે. ..