મોરબી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને હજુ પણ રેડ એલર્ટ ની સ્થિતિ યથાવત છે ત્યારે મોરબી જિલ્લાના અનેક ડેમો છલકાઈ ચૂક્યા છે અને અનેક ડેમો માં પુષ્કળ નવા નીરની આવક થઈ છે જેમાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ પણ બાકાત નથી.
મોરબી ઉપરવાસમાં થયેલા વરસાદ નાં લીધે મોરબીના બે ડેમ માં સાથી વધુ પાણીની આવક નોંધાઇ છે જેમાં મોરબી મચ્છુ ૨ ડેમ અને ટંકારા ના ડેમી 3 ડેમ માં પાણીની મોટા પ્રમાણમાં આવક થવા પામી છે.જેને લઇને મોરબીના મચ્છુ ૨ ડેમ ના એક પછી એક એમ કુલ 07 દરવાજા 05 ફૂટ ખોલવામાં આવ્યા છે જ્યારે ડેમી 03 ડેમ ના 07 દરવાજા 08 ફૂટ ખોલવામાં આવ્યા છે.ડેમી ડેમ ના દરવાજા ખોલવામાં આવતા આમરણ થી જામનગર જતા રસ્તા ને બંધ કરાયો છે.જ્યારે મચ્છુ ૦૨ ડેમ ના દરવાજા ખોલતા મચ્છુ નદી પર આવેલ બેઠા પુલ ને સદંતર બંધ કરવામાં આવ્યો.આવતીકાલ સુધીમાં મચ્છુ ૨ ડેમને લઈને મચ્છુ નદીનું જળ સ્તર વધવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે અને સુરક્ષાના કારણો સર મોરબી શહેરમાં મચ્છુ નદી પર આવેલ બેઠો પુલ પણ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.