પાનની દુકાને જોર જોરથી બોલવાની માથાકૂટમાં એક મહિલા સહિત છ સામે ગુનો નોંધાયો
વાંકાનેરના રાજાવડલા ગામે પાનની દુકાને આવેલ શખ્સ મોટેથી બોલતો હોય ત્યારે ત્યાં રાજાવડલાના યુવક દ્વારા આવેલ શખ્સને જોરથી બોલવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી તથા ઝપાઝપી થઈ હતી ત્યારે એ બાબલનો ખાર રાખી યુવક દ્વારા પોતાના કુટુંબી ભાઈને બોલાવી લાવી યુવકને હોઠ ઉપર લાકડી મારી હતી જ્યારે સામા પક્ષે ફરિયાદ લખવી કે કાકાના ઘર પાસે પાનની દુકાને થયેલ માથાકૂટમાં બીજીવાર ત્યાં કુટુંબી ભાઈ સાથે જતા રાજાવડલાના યુવક તથા તેના માતાપિતા દ્વારા લાકડી વડે માર મારવાનો પ્રયાસ કરી પાછળ દોડ્યા હતા. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે એક મહિલા સહિત કુલ ૬ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રથમ પક્ષ દ્વારા નોંધાવેલ ફરિયાદમાં વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા જયેશભાઈ ચતુરભાઈ આંતરેસા ઉવ.૨૪ એ આરોપી છનાભાઈ લાલજીભાઈ સોલંકી, નકુલભાઈ અશોકભાઈ સોલંકી તથા મીલનભાઈ વિક્રમભાઈ સોલંકી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી કે આરોપી છનાભાઈ પોતાના કાકાના ઘરે આવ્યા હોય ત્યારે પાનની દુકાને જોર જોરથી ગાળો બોલતા હોય જેથી જયેશભાઈએ કહેલ કે અહીંથી ગામના બૈરાઓ પસાર થતા હોય એમ જાહિ ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે તે બંને વચ્ચે બોલાચાલી તથા ઝપાઝપી તબાઈ હતી તે દરમિયાન ગામલોકો દ્વારા વચ્ચે પડી બંનેને છુટા પડાવ્યા જે બોલાચાલીનો ખાર રાખી આરોપી છાબભાઈ તેમના કુટુંબી સાથે ઉપરોક્ત પાનની દુકાને આવી જયેશભાઇ સાથે બોલાચાલી કરી લાકડી વડે જયેશભાઈને હોઠના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્યારે વધુ મારથી છોડાવવા વચ્ચે પડેલ જયેશભાઈના માતાપિતાને ઢીકા પાટુનો માર માર્યો હતો જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે છનાભાઈ લાલજીભાઈ સોલંકી દ્વારા આરોપી જયેશભાઈ ચતુરભાઈ આંતરેસા, ચતુરભાઈ આંતરેસા તથા મંજુબેન ચતુરભાઈ આંતરેસા રહે.બધા રાજાવડલા તા.વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી કે ફરિયાદી છનાભાઈને પાનની દુકાને ગાળો બોલવા બાબતે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ તે બાબતની દાઝ રાખી આરોપી જયેશભાઈએ લાફા ઝીકી દીધા હતા જ્યારે જયેશભાઈની માતા આરોપી મંજુબેન દ્વારા લાકડી લઈને આવી મારવાના હેતુથી લાજળી લઈને પાછળ દોડ્યા હતા જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.
હાલ પોલીસે બંને પક્ષોની વિગતવાર ફરીયાદ નોંધી બંને પક્ષોના કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી તમામ આરોપીઓની અટક કરવાની કામગીરી હાથ ધરી છે.