Sunday, November 24, 2024
HomeGujaratમોટા દહીંસરામાં 132 કેવી સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા

મોટા દહીંસરામાં 132 કેવી સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા

ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં પણ છૂટાછવાયા ઝાપટાથી માંડીને ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને મોરબીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેના કારણે મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં 6 કર્મચારીઓ ફસાયા હતા. જેમનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતના પગલે માળીયા તાલુકામાં આવેલા મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં ૬ કર્મચારીઓ ફસાયા હતા. જે તંત્રને ધ્યાને આવતા જ તાત્કાલિક બચાવ અંગેની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે આ કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બચાવ બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!