સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને પગલે આજ રોજ મોરબીમાં ભારે વરસાદના કારણે તારાજી સરજાયી છે. ત્યારે વધુ વરસાદના કારણે મોરબીના ડેમના ૩૦ જેટલા પાટીયા ખોલવામા આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને સરકાર દ્વારા સ્થળાંતર કરવામાં આવેલ છે. ત્યારે સ્થળાંતર કરેલા લોકોને જમવાનું અને સવારે નાસ્તા માટેનાં ફુડ પેકેટ આપવા માટે રાહતનું રસોડું ચાલું કરી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં સોમવારે (24 કલાક) 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મોરબીના ટંકારામાં સૌથી વધુ 13.88 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે અને અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેને લઈ ઈન્ડીયન લાયન્સ ક્લબનાં પ્રમુખ રુચિરભાઈ કારીયાએ માહીતી આપતાં જણાવ્યું છે કે આ રસોડું અમે અમારા ધરે જ ચાલુ કરેલ છે અને તંત્રની સુચના મુજબ જ અથવા તંત્રને જ રાહત માટેના ફુડ પેકેટ આપશે જેથી કરી યોગ્ય જરુરીયાત વાળા લોકો ને સીધા જ આ ફુડ પેકેટ મળી રહે અને ક્યા વિસ્તારમા જમાડવાં જાવ તે પણ તંત્રની સુચના મુજબ જ જમાડવા જશે વધુ આગામી દીવસોમા જ્યાં જ્યાં જરુર જણાય ત્યાં ફુડ પેકેટ અને જમવાનું પહોંચાડવા મોરબી ઈન્યન લાયન્સ ક્લબ હર હમેશાં તૈયાર છે.