મોરબી જિલ્લામાં છેલ્લા ઘણાસમય સમયથી અવિરત મેઘમહેર થઈ રહી છે. જેના પગલે મોરબીમાં તારાજી સર્જાઈ છે. ત્યારે હજુ બે ત્રણ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા સાંસદ વિનોદ ચાવડા દ્વારા સાવચેત અને સલામત રહેવા પ્રજાને અપીલ કરવામાં આવી છે.
ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અને હવામાન શાસ્ત્રીઓ પણ હજુ બે ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે લકોને સાવચેત અને સલામત સ્થળે રહી અને કોઈ પણ જાતની બેદરકારી ન કરી પાણીના વહેણ નદી – નાળા થી દુર રહી કોઈ પણ જાતનું જોખમ ખેડી પાણીમાંથી વાહન કે પગપાળા પણ ન કાઢવા સાંસદ વિનોદ ચાવડાએ અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક તંત્ર અને સરકાર સાથે સંકલનમાં રહી સંસદ અપડેટ લેતા અને દેતા રહે છે. સાથે પ્રજાજોગ અપીલ કરતા પોલીશ, હોમગાર્ડ કે ગ્રામ રક્ષક દળ અને NDRF ની ટીમોને સહકાર આપી જાનહાની ટળે લોકો અને પશુધન જીવમાત્રના બચાવવા આપણે પ્રયત્નશીલ બનીયે તેમ સાંસદ ચાવડાએ જણાવ્યુ છે.