રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વડોદરામાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ સર્જાય છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો આપી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની મુલાકાતે પહોંચ્યા હતાં. ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ થતાં જન જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ત્યારે વડોદરાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સૂચનો આપીને કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારે અતિવૃષ્ટિને સર્જાતા નવજીવનને સહાય કરવામાં માટે તંત્ર ખડેપગે કાર્ય કરી રહ્યું છે. જેમાં નાગરિકોને નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડીને જરૂરી પાણી – ફૂડ પેકેટ્સ અને વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે, વૃદ્ધો, બાળકો અને મહિલાઓને વિશેષ પ્રાથમિકતા આપીને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, આ ઉપરાંત બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને ગ્રામ્ય ટીમ દ્વારા મેડિકલ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે, જાનમાલને ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે કાર્ય કરવા રાજ્ય સરકારના માર્ગદર્શનના હેઠળ તંત્ર કટિબદ્ધ થઈને કામગીરી કરી રહ્યું છે. તેમ ટ્વીટ દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે…