રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામે જુગાર રમતા કુલ ૦૯ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે હળવદ પોલીસ સ્ટેશનની ટીમ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન તેઓને મળેલ બાતમી હકીકતનાં આધારે ટીકર ગામે કોળીવાસમાં દેશળભાઇ ગાંડુભાઇ કોળીના મકાન પાસે જુગાર અંગે રેઇડ કરી કિશોરભાઇ બચુભાઇ પરમાર, જાદવભાઇ બાબુભાઇ ઇંદરીયા, દિનેશભાઇ મેરૂભાઇ ઇટોદરા, અજયભાઇ લાભુભાઇ આડેસરા, દિલીપભાઇ રામસંગભાઇ વલીયાણી, યોગેશભાઇ ધનજીભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ જીવાભાઇ બાબરીયા, મનસુખભાઇ સોમચંદભાઇ બાબરીયા તથા હકુભાઇ સુંડાભાઇ ઇંદરીયા નામના ઇસમોને રોકડ રકમ રૂ.૭૮,૪૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.