મોરબી માળીયા મીયાણાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના સરદાર બાગ ખાતે દર મહિનાના પહેલા રવિવારે આયોજન થતાં પુસ્તક પરબની મુલાકાત લીધી હતી. બ્રિજેશ મેરજાએ ત્રીજી વખત મુલાકાત લઈ ઉપસ્થિત તમામ વાંચન પ્રેમીઓને પ્રેરણા આપી હતી. તેમજ યુવાનોને જીંદગીભર વાંચનનો શોખ જાળવી રાખવા અને તેમાં ફાયદા વિશે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ આયોજકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિને બિરદાવી હતી…
મોરબી ખાતે સરદારબાગમાં પ્રતિમાસના પહેલા રવિવારે યોજાતા પુસ્તક પરબમાં પહેલી સપ્ટેમ્બર અને રવિવાર રોજ પૂર્વમંત્રી બ્રિજેશ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આયોજકો અને વાંચન પ્રેમીઓને પ્રેરણા આપી હતી. તેમજ બ્રિજેશ મેરજાએ પુસ્તકોની અદલાબદલી કરવા આવેલ વાચક પ્રેમીઓ સાથે તેમના વાંચન રસ અંગે વાર્તાલાપ કર્યો હતો. પુસ્તક પરબમાં આવેલ યુવાનો અને કોલેજ કન્યાઓને જિંદગીભર વાંચન નો રસ જાળવી રાખવા તેમજ વાંચનથી થતા લાભાલાભની સવિસ્તાર માહિતીથી વાકેફ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજેશ મેરજા પણ નિયમિત વાંચન કરે છે તેમના ઘરમાં ચાર હજાર પુસ્તકોની લાઇબ્રેરી પણ તેમણે બનાવેલી છે. મોરબીના આ પુસ્તક પરબની તેમને ત્રીજી વખત મુલાકાત લઈ ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા…