Friday, September 20, 2024
HomeGujaratમોરબી સહિત રાજ્યના તમામ બાર એસો.ની ચૂંટણી આગામી ૨૦મી ડિસેમ્બરે યોજાશે

મોરબી સહિત રાજ્યના તમામ બાર એસો.ની ચૂંટણી આગામી ૨૦મી ડિસેમ્બરે યોજાશે

લોકસભાની ચૂંટણી થોડા સમય પહેલા જ પૂર્ણ થઇ હતી. ત્યારે હવે વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મોરબી સહિત રાજ્યના તમામ બાર એસોસીએશનની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આગામી 20 ડિસેમ્બરે ચૂંટણી યોજવા તમામ એસોસીએશનને સૂચના આપવામાં આવી છે. જેનો 15મી ડિસેમ્બર સુધીમાં વન બાર વન વોટ હેઠળ નોંધાયેલા સભ્યોની યાદી તૈયાર કરી મોકલી આપવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા સુચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

રાજકો સહીત રાજયના તમામ બાર એસોશિએસનીમાં શિસ્તબધ્ધ ચુંટણી પ્રક્રિયાઓ યોજવા માટે ‘ગુજરાત બાર એસોશિએસન રૂૂલ્સ, 2015″ મુજબ ‘વન બાર વન વોટ’ હેઠળ ચુંટણી યોજવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા.24/08/2024 ના રોજ મળેલ અસાધારણસભામાં સર્વાનુમતે થયેલા ઠરાવ મુજબ તમામ બાર એસોશિએસનોએ તા.20/12/2024 ના રોજ ચુંટણી યોજવાની રહેશે. જે અનુસંધાને દરેક બાર એસોશિએસનોએ તા. 15/10/2024 સુધીમાં પીતાના બાર એસોશિએસનમાં ‘વન બાર વન વોટ’ હેઠળ નોંધાયેલા સભ્યોની મતદારયાદી તૈયાર કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસે મોકલી આપવાની રહેશે અને દરેક બાર એસોસિએશનીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વારા નકકી કર્યા મુજબ ચુંટણી યોજવાની રહેશે. જે બાર એસોશિએસન તા. 15/10/2024 સુધીમાં પોતાના બાર એસોસિએસનની મતદારયાદી મોકલશે નહિ તેવા બાર એસોસિએસનોની ચુંટણી અંગેની કોઈ પણ તકરાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ લાવી શકશે નહિ તેમજ તેવા બાર એસોગિએસન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મળવાપાત લાભોથી વંચિત રહેશે. કોઈપણ ધારાશાસ્ત્રી એક કરતાં વધુ બાર એસોસિએશનમાં મતદાન કરી શકશે નહિ કે ચુંટણી લડી શકશે નહિ. તેમજ જો કોઈ ધારાશાસ્ત્રી એક કરતા વધુ જગ્યાએ મતદાન કરતા માલુમ પડશે તો “ગુજરાત બાર એસોસિએસન રૂૂલ્સ, 2015″ અનુસાર તેમને ત્રણ વર્ષ માટે બાર એસોશિએસનમાંથી બરતરફ કરવામાં આવશે. તેમજ એડવોકેટસ એકટ, 1961ની કલમ-35 મુજબ વ્યવસાયિક ગરવર્તણુંક માટે જવાબદાર રહેશે.આપના બાર એસોશિએસનના પ્રમુખ/સેકેટરી તથા શૈદ્દેદારોને બાર એસોશિએસનમાં નોંધાયેલ તમામ સભ્યોને આ બાબતે જાણકારી આપવા આ પત આપના બાર એસોશિએસનના નોટીસ બોર્ડ પર મુકવા ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બહાર પાડેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!