Monday, November 25, 2024
HomeGujaratમોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસ સમિતિ જીલ્લા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસ સમિતિ જીલ્લા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબીમાં હાલ પડેલા વધુ વરસાદને કારણે ખેતીના પાક અને મીઠા ઉત્પાદનમાં થયેલા વ્યાપક નુકસાનને ધ્યાને લઇ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા મુખ્યમંત્રીને કયારેક લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર મો૨બી જીલ્લામાં વર્તમાન વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન અતિવૃષ્ટિ અને ડેમોમાંથી અચાનક પાણી છોડવાના કારણે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના પાક તથા મીઠાના ઉત્પાદનને ૧૦૦% નુકશાની થયેલ છે. તેમજ ખેતરો તથા મીઠાના અગરો ધોવાય ગયેલ છે. જીલ્લામાં વધુ વરસાદના કારણે ચોમાસાની સિઝનમાં હવે ફરીથી વાવેતર કરી ચોમાસાની સિઝનનો પાક પણ લઈ શકાય તેમ નથી. જેથી ભારત સરકારના ગૃહ મંત્રાલયના આપતી વ્યવસ્થાપન વિભાગ દ્વારા અગાઉ ૨૦૨૨માં જાહેર કરવામાં આવેલ પરિપત્રને ધ્યાને લઈ મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આપની કક્ષાએથી ઘટીત કાર્યવાહી કરવા જીલ્લાના ખેડુતો તથા મીઠાના ઉત્પાદકો વતી માંગ કરી રજુઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!