Sunday, January 5, 2025
HomeGujaratમોરબીના લાલપર ગામે હિટ એન્ડ રનની ઘટનામાં કાર હડફેટે બાઇક ચાલક યુવક...

મોરબીના લાલપર ગામે હિટ એન્ડ રનની ઘટનામાં કાર હડફેટે બાઇક ચાલક યુવક ઘાયલ

મળતી માહિતી મુજબ ગત તા.૨૩/૦૮ના રોજ રાત્રીના મનોજભાઈ રમેશભાઈ ચાવડા રહે. માળીયા-વનાળીયા સોસાયટી મોરબી-૨ વાળા પોતાના મિત્રના બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા પોતાનું બાઇક રજી.નં. જીજે-૦૩-એએસ-૦૭૦૫ લઈને તેને પેટ્રોલ દેવા જતા હોય ત્યારે લાલપર ગામના ગેટ નં-૨ પાસે સામેથી આવતી બ્લેક કલરની વેન્યુ કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવી મનોજભાઈના બાઇક પાસેથી જોરદાર કાવુ મારીને પસાર થઈ બાઇકને ઠોકર મારી અકસ્માત કર્યો હતો. જેમાં મનોજભાઈને પગની પેનીમાં ઇજા થઇ હતી ત્યારે વેન્યુ કાર ચાલક પોતાની કાર લઈને નાસી ગયો હતો. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ બાદ સારવારમાંથી સાજા થયેલ મનોજભાઈએ અજાણ્યા વેન્યુ કારના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!