Saturday, September 21, 2024
HomeGujaratમોરબીના ધરમપુર ગામ નજીક બાવળની કાંટમાંથી વિદેશી દારૂની ૧૩૦ બોટલ સાથે એકની...

મોરબીના ધરમપુર ગામ નજીક બાવળની કાંટમાંથી વિદેશી દારૂની ૧૩૦ બોટલ સાથે એકની અટક

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે તાલુકાના ધરમપુર ગામ નજીક આવેલ નર્સરી પાછળ રેઇડ કરતા ત્યાં બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૩૦ નંગ બોટલ સાથે ટીંબડી ગામના બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે ધરમપુર ગામ નજીક નર્સરી પાછળ બાવળની કાંટમાં બુટલેગર દ્વારા વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે અને હાલ તે જથ્થો સગેવગે કરવાની પેરવી ચાલી રહી છે. જેથી તુરંત મળેલ બાતમી મુજબના સ્થળે પંચો સહિત રેઇડ કરતા બાવળની કાંટમાં પ્લાસ્ટિકના બાચકામાં વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૧૩૦ નંગ બોટલ મળી આવી હતી આ સાથે આરોપી વિજયભાઈ ગોરધનભાઇ દેગામા ઉવ.૩૨ રહે.ટીંબડી ગામ શ્રીહરિ સોસાયટીવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. તાલુકા પોલીસે દરોડા દરમિયાન પકડાયેલ આરોપી સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!