Tuesday, December 24, 2024
HomeGujaratમોરબીના કાન્તિ નગરમાં રોડ રસ્તા બનાવવા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરને...

મોરબીના કાન્તિ નગરમાં રોડ રસ્તા બનાવવા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરને કરાઈ રજૂઆત

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારોમાં રોડ રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. જે ખરાબ રસ્તાને કારણે અવારનવાર અકસ્માત દુર્ઘટનાઓ સર્જાતા લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ પ્રમુખ જીનતબેન મોડ દ્વારા નગરપાલિકા ના ચીફ ઓફિસરને પત્ર લખી મોરબી શહેરમાં માળીયા ફાટક પાસે કાંતિનગર વિસ્તારના કાંતિનગર ઢાળીયા પાસેથી છેલ્લી શેરી વોકરા સુધીનો રોડ બનાવી આપવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરીવિસ્તારોમાં રોડ રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટ મહિલા પ્રમુખ જીનતબેન અબ્દુલભાઈ મોડ શહેર મહિલા પ્રમુખ કલ્પનાબેન પરમાર તેમજ કાંતિ નગર વિસ્તારના લોકોને સાથે રાખી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ માર્ગ મકાન વિભાગ કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર આપ્યું હતું. શહેરના માળિયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં હાલમાં કોઈપણ પ્રકારના સીસી રોડ કે પેપર બ્લોક રોડ આવેલ નથી આ વિસ્તારમાં રોડ રસ્તા ની હાલત ખૂબ જ બિસ્તમાર હાલત માં હોય જેના કારણે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતો પણ બને છે. તેમજ તાજેતરમાં ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માતમાં નિર્દોષ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી તાત્કાલિક રોડ રસ્તા બનાવી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. નગર પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી અવાર નવાર આવાં ગંભીર અકસ્માતના બનાવો ન બને તેમજ લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા હેતુથી વહેલી તકે નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!