ટંકારામાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનામાં જેલમાં રહેલા કાચા કામના કેદીએ બેરેકની બાથરૂમમાં જઈને ત્રણ ડોલ માથે ચડી પોતાની પાસે રહેલી શાલ વડે ગળાફાંસો ખાઈ પોતાને જ મોતની સજા આપી
મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથકમાં નોંધેલા દુષ્કર્મના ગુનામાં ભુજની પાલારા જેલમાં બંધ કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે જેલમાં બંધ કેદીને આત્મહત્યા કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલારા જેલમાં બંધ કેદીએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર,ટંકારા પોલીસ મથકમાં ગત.તા.૬/૬/૨૦૨૪ ના રોજ નોંધાયેલા સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપી મોહિત ભરતભાઈ સુરેલાની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેને કોર્ટમાં રજૂ કરીને જરૂરી કાયૅવાહી કરી ને મોરબી જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી સબ જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી મોહિત સૂરેલા નામના કાચા કામના કેદીએ ભુજ ની પાલારા જેલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સોમવારે સવારે ૧૧:૪૫થી બપોરે ૩ વાગ્યા દરમિયાન ભુજની પાલારા જેલમાં બંધ કાચા કામના કેદી મોહિત સૂરેલાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનો બનવા પામ્યો હતો.કાચા કામના કેદી એ બાથરૂમમાં જઈ પોતાની લૂંગી વડે ડોલ પર ચડીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક મૂળ મોરબી જિલ્લાના માળિયા- મિયાણા તાલુકાના વિદરકા ગામનો છે. ૨૨ વર્ષિય મોહિત ભરતભાઈ સુરેલાએ કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભરી લીધાનું સામે આવ્યું હતું.
જેલમાં આત્મહત્યા કરનાર મૃતક યુવક સામે તા. ૦૬-૦૬-૨૦૨૪ના રોજ ટંકારા પોલીસ મથકમાં સગીરા સાથે દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો. કિશોરીનું અપહરણ કરીને તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં તેને પહેલા મોરબી સબ જેલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તા.૦૪/૦૮/૨૦૨૪ના રોજ તેને ટ્રાન્સફર કરી ભુજ ની પાલારા જેલમાં મુકવામાં આવ્યો હતો.તેમજ સીસીટીવી ફૂટેજ તપાસમાં આવતા જાણવા મળ્યું હતું કે દરરોજના જેલના નિયમ પ્રમાણે મૃતક મોહિત એ જેલના ટેલિફોન મારફતે તેની બહેન સાથે વાત કરી હતી અને ત્યાર બાદ તે પોતાની બેરેક માં આવીને સીધો બાથરૂમ તરફ ગયો હતો જ્યાં તેને આ અંતિમ પગલું ભરી લીધું હતું.હજુ સુધી કોઈ સ્યુસાઈટ નોટ કે ચિઠ્ઠી કે લખાણ મળી આવ્યું નથી અને મૃતક યુવકે પોતાની બહેન સાથે વાત કરીને તુરંત આ પગલું ભરી લેતા હાલ કોલ રેકોર્ડિંગ ની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.