મોરબીના પાડાપુલ ઉપર આવેલ કબૂટરના ચણ નાખવાના ચોકા પાસેથી આશરે ૪૦ વર્ષની ઉંમર ધરાવતા યુવકનો કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અત્યંત કોહવાય ગયેલ હાલતમાં મળી આવેલ મૃતદેહ અંગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતકની લાશને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ સહિતની કામગીરી અર્થે મોકલી આપેલ હોય. હાલ મોરબી બી ડિવિઝન પોલીસે અજાણ્યા યુવકના મોત અંગે અ.મોતની નોંધ કરી મૃતકના વાલી વારસ શોધવા સહિતની તપાસની તજવીજ હાથ ધરી છે.