મોરબી શહેર અને જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તાની હાલત ખરાબ જોવા મળી રહી છે. તો અનેક જગ્યાએ ભુવા પડવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી-રાજકોટ હાઈવે પર વાવડી ચોકડી પાસે રોડ પર ભુવો પડ્યો હતો.આ અંગેની જાણકારી મળતાં જ તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ભુવો બુરવા માટેમાં આવ્યો છે.
મોરબી-રાજકોટ હાઈવે પર વાવડી ચોકડી પાસે રોડ પર ભુવો પડ્યો હતો. જે રોડ મોરબી માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતો હોવાથી મોરબી માર્ગ અને મકાન વિભાગ ને રસ્તા વચ્ચે પડેલ ભુવાને લઇને ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક ધોરણે ભુવો ખોદીને તેમાં માટી નાખી રિપેર કરવાની કામગીરી કરી હતી. અને વાહન વ્યવહારમાં કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારે સમારકામ કર્યું હતું.વાવડી ચોકડી પર જ્યા ભૂવો પડ્યો હતો ત્યાં રોડ નીચેથી પાલિકાની ભૂગર્ભની લાઈન નીકળે છે.જે લાઈન લીકેજ થઈ હોય અને તેના કારણે માટી ખસી ગઈ હોય અને તેના કારણે ભુવો પડ્યો હોય તેવું હાલ પ્રાથમિક તારણ માં સામે આવ્યું છે.