Sunday, November 10, 2024
HomeGujaratઅમદાવાદ સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપીને બોટાદ એસઓજી દ્વારા...

અમદાવાદ સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપીને બોટાદ એસઓજી દ્વારા ઝડપી લેવાયો

બોટાદ એસઓજી/ એલસીબીની ટીમ દ્વારા અમદાવાદ સાબરમતી જેલ માંથી પેરોલ જમ્પ કરી નાશી છુટેલા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૧૦ દિવસના જામીન આપવામાં આવ્યા હતાં. ત્યારે જામીન પર છૂટયા બાદ પરત હાજર નહિ થતાં બોટાદ એસ.ઓ.જી. દ્વારા અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ભાવનગર વિભાગના ગૌતમ પરમાર સાહેબ,પોલીસ મહાનિરીક્ષક દ્વારા પેરોલ જમ્પ થયેલ આરોપીઓ પકડવા સુચના આપતા જેને ધ્યાનમાં રાખીને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા દ્વારા પેરોલ જમ્પ આરોપીઓને પકડવા સુચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોંલકીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુ.ર.નં.૭૭/૨૩ તથા ગુ.ર.નં.૩૩૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨, ૩૪ તથા ગુજસીટોક ૩(૧)(૨), ૩(૨), ૩(૪),૩(૫), સહિતના ગુન્હો હેઠળ આરોપી સીરાજ ઉર્ફે ડોન હુસેનભાઇ ખલ્યાણી રહે.નવનાળા બોટાદ વાળા કાચા કામના કેદી તરીકે અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે કેદમાં હોય અને નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ હેઠળ તા-૨૦/૦૬/૨૦૨૪ થી તા-૦૧/૦૭/૨૦૨૪ સુધી ૧૦ દિવસના વચગાળાના જામીન ઉપર મુકત થયા બાદ જેલમાં સમયસર હાજર ન થતાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એમ.રાવલ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભગીરથભાઈ જોરૂભાઇ બોરીચા એલ.સી.બી.ની સયુકત બાતમીના મળી કે આરોપી અમદાવાદ ખાતે હોય જે કાચા કેદી નં.૧૨૬૯/૨૩ સીરાજ ઉર્ફે ડોન ખલ્યાણીની એસ.ઓ.જી/એલ.સી. બી. ટીમ બોટાદ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

જે પેરોલ જમ્પ થયેલ આરોપીને પકડવા એલ.સી.બી શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.સોલંકીના સુપરવિઝન હેઠળ એ.એમ.રાવલ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. બોટાદ તથા એલ.સી.બી.બોટાદના UASI ભગીરથસિંહ વિરસિંહ લીંબોલા તથા UHC ભગીરથભાઇ જોરૂભાઈ બોરીચા તથા UHC અશોકભાઇ રામજીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!