મોરબી જિલ્લા કોર્ટે ખાતે લોક અદાલતનું આયોજન કરવામા આવ્યું હતું. જે લોક અદાલતમાં ૧૧૪૩૦ કેસોમાંથી ૪૨૧૯ કેસોમાં સમાધાન કરાવવામાં આવ્યું છે. અને કુલ ૧૦,૦૪,૦૬,૨૭૫ રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યો છે જેમાં કુલ ૧૧,૪૩૦ કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી ૪૨૧૯ કેશોનું સમાધાન કરવામાં આવ્યું છે. અને દસ કરોડથી વધુ રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યુ છે જેમાં હાઇકોર્ટના ના ટાર્ગેટ કેસોમાં ફોજદારી,સિવિલ તથા ફેમિલી કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. લોક અદાલતનું આયોજનમાં મોરબીનાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રિક જજ ડી.પી.મૈયડા સાહેબ, કાનૂની સલાહના લીગલ સચિવ ડી.એ.પારેખ સાહેબ, પ્રિન્સીપાલ ફેમિલી જજ એ.એમ.વાનાણી, એડિશનલ ડીસ્ટ્રિક જજ પંડ્યા સાહેબ તથા બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.