Saturday, January 4, 2025
HomeGujaratમોરબીના ઊંચી માંડલ ગામ નજીક હિટ એન્ડ રનના કિસ્સામાં ટ્રેઇલર હડફેટે બાઇક...

મોરબીના ઊંચી માંડલ ગામ નજીક હિટ એન્ડ રનના કિસ્સામાં ટ્રેઇલર હડફેટે બાઇક સવાર યુવકનું મોત

મોરબીમાં વધુ એક હિટ એન્ડ રનના માર્ગ અકસ્માતના બનાવમાં એક યુવાન કાળને ભેટ્યો હતો. જેમાં સીરામીક ટાઇલ્સ લગાવવાનું કડીયા કામ કરતા મૂળ જામનગર જીલ્લાના માણામોરા ગામના વતની હાલ મોરબીની નાની વાવડી ગામે રહેતા હર્ષદભાઈ છગનભાઇ ટાંક ગઈ તા.૧૨/૦૯ના રોજ નીચી માંડલ નજીક ઇટાલસ કર્કગણમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરીને ઘરે પરત બાઇક રજી. જીજે-૧૦-ડીએસ-૮૪૫૮ લઈને આવતા હોય ત્યારે હળવદ રોડ ઉઓર ઊંચી માંડલ ગામ નજીક સ્પેરોન સીરામીક સામે રોડ ઉપર અજાણ્યા ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાનું વાહન પુરપાટ ગતિએ ચલાવી આવી હર્ષદભાઈના બાઇકને પાછળથી હડફેટે લેતા માથામાં ગંભીર ઇજાને કારણે હર્ષદભાઈનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અજાણ્યો ટ્રક ટ્રેઇલર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો, ત્યારે મૃતક યુવકના ભાઈ નિખિલભાઈ છગનભાઇ ટાંક દ્વારા અજાણ્યા ટ્રક ટ્રેઇલરના આરોપી ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ આરોપી ટ્રેઇલરના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!