Sunday, November 24, 2024
HomeGujaratમોરબીમાં કમિશન પર વ્યાજનો ધંધો કરતા પ્રૌઢ ખુદ વિષચક્રમાં ફસાતા સ્યુસાઇડનોટ લખી...

મોરબીમાં કમિશન પર વ્યાજનો ધંધો કરતા પ્રૌઢ ખુદ વિષચક્રમાં ફસાતા સ્યુસાઇડનોટ લખી ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ:૧૫ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ

ત્રણ પાનાની સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પત્ની દ્વારા પોલીસ ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત ગુજરાતમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વ્યાજંકવાદ અટકાવવા અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે તમામ પ્રયાસોને અંતે વ્યાજંકવાદના દુષણને અટકાવવા મહદઅંશે સફળતા મળી છે પરંતુ હજુ ક્યાંકને કયાંક આ દુષણ ડામવા પ્રશાસન નબળું પડતું હોય તેમ મોરબીમાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા જમીન મકાનની દલાલી કરતા પ્રૌઢે ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખીને ઈશ્વરે આપેલી બહુમૂલ્ય જિંદગીનો ઝેરી દવા ગટગટાવી અંત આણ્યો હતો. ત્યારે વધુ એક જિંદગી વ્યાજંકવાદના ખપપ્પરમાં હોમાય ગઈ હતી. હાલ મૃતકના પત્ની દ્વારા ૧૫ વ્યાજખોર સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરનાર વ્યાજે રૂપિયા લઈને અન્યોને વ્યાજે(કમિશને) રૂપિયા આપતા હોવાનું પણ સ્યુસાઇડ નોટ ઉપરથી સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર મોરબી શનાળા રોડ જીઆઇડીસી સામે આરાધના સોસાયટીમાં ભાડેના મકાનમાં રહેતા મૂળ ચરાડવા ગામના વતની હરેશભાઇ કાંતિલાલ સાયતા જમીન મકાનની દલાલીના ધંધા સાથે સંકળાયેલ હોય. ગત તા.૧૯/૦૯ની રાત્રીએ તેઓએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કર્યું હોય ત્યારે આ મૃત્યુના બનાવમાં મૃતક હરેશભાઈએ ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી હોય જેમાં ગેરકાયદેસર રીતે નાણા ધીરધારનો ધંધો કરતા ૧૫ વ્યાજખોરના નામ લખવામાં આવ્યા છે તો સાથે સાથે મૃતક હરેશભાઈએ પણ અન્ય ૨૬ વ્યક્તિઓને રૂપિયા કમિશને(વ્યાજે) આપ્યા હોય તેના નામનો પણ ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં સુવાચ્ય કરવામાં આવ્યો હોય પરંતુ હાલ માત્ર મૃતક હરેશભાઇને વ્યાજે રૂપિયા આપી તેની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરનારા ૧૫ વ્યાજખોર સામે જ તેમની પત્ની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબી શનાળા રોડ જીઆઇડીસી સામે આવેલ આરાધના સોસાયટીમાં દિનેશભાઇ વાણીયાના મકાનમાં ભાડે રહેતા જ્યોતિબેન હરેશભાઇ કાંતિલાલ સાયતા ઉવ.૫૮ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ (૧)યશવંતસિંહ રાણા,(૨)રાજભા, (૩)ભીખાભાઈ ભોજાણી, (૪)નરેન્દ્રભાઈ ભોજાણી, (૫)યોગેશભાઈ મિસ્ત્રી,(૬)સવજીભાઈ ફેફરભાઈ પટેલ, (૭)વનરાજસિંહ, (૮)નવીન હિરાભાઈ, (૯)મહાવીરસિંહ, (૧૦)ભાવેશભાઈ કારીયા, (૧૧)સમીરભાઈ, (૧૨)લલીત મીરાણી, (૧૩)ગીરીશભાઈ કોટેચા, (૧૪)જગાભાઈ ઠક્કર તથા (૧૫)કલ્પેશ જગાભાઈ ઠકકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત તમામ આરોપીઓએ ફરિયાદીના પતિ હરેશભાઇને અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા આપી વ્યાજની ઉઘરાણી કરી માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા ફરીયાદીના પતિએ પોતાના ઘરે આરોપીઓના માનસીક ત્રાસના કારણે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મરવા મજબૂર કરનાર તમામ વ્યાજખોર આરોપીઓ સામે પોલીસે નાણા ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે ૧૫ વ્યાજખોર આરોપી પૈકી ૪આરોપીઓની અટકાયત કરી લીધી હોય ત્યારે અન્ય પકડવા પર બાકી તમામને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ સાથે જ તેને જેને રૂપિયા આપ્યા હતા તે લોકોએ તેને રૂપિયા પરત ન કર્યા જેને લાઈન તે ભીંસ માં મુકાયો હતો તે તમામ ૨૬ લોકોના પણ નામ રકમ અને કેટલા ટકા વ્યાજ સહિતની વિગતો પણ સ્યુસાઈડ નોટ માં લખવામાં આવ્યા છે.

હાલ પોલીસ ચાર આરોપી ભીખાભાઇ ઉર્ફે અમરતલાલ લાજીભાઇ ભોજાણી,નરેન્દ્રભાઇ લાલજીભાઇ ભોજાણી,ગીરીશભાઇ છબીબભાઇ કોટેચા અનેજગાભાઇ દેવરાજભાઇ ઠક્કર ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી અને અન્ય આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!