Wednesday, January 1, 2025
HomeGujaratમોરબી ક્રાઇમ બ્રાંચે વધુ એક લૂંટારી રીક્ષા ગેંગનો કર્યો પર્દાફાશ:રાજકોટના બે શખ્સો...

મોરબી ક્રાઇમ બ્રાંચે વધુ એક લૂંટારી રીક્ષા ગેંગનો કર્યો પર્દાફાશ:રાજકોટના બે શખ્સો પોલીસ સકંજામાં

ટંકારાના ગ્રામ્યમાં વૃદ્ધને પેસેન્જર તરીકે બેસાડી ખિસ્સામાંથી ૫૦ હજાર સેરવી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

ટંકારાના તાલુકા વિસ્તારમાં સીએનજી રીક્ષામાં વૃદ્ધ દંપતીને પેસેન્જર તરીકે બેસાડી વૃદ્ધ પેસેન્જરની નજર ચુકવી રોકડા રૂપીયા ૫૦ હજાર ચોરી લીધા હોવાની નોંધાયેલી ફરિયાદની ગણતરીની કલાકોમાં મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે રીક્ષા તથા લૂંટ કરનાર બે આરોપીને દબોચી લેવામાં આવ્યા છે જ્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય એક ત્રીજા આરોપીને ફરાર દર્શાવી તેને પકડી પાડવા શોધખોળ ચલાવી છે. હાલ ક્રાઇમ બ્રાંચ પોલીસે બંને આરોપી પાસેથી ચોરી કરેલ ૫૦ હજાર તથા ગુનો કરવામાં વપરાયેલ રીક્ષા સહિત ૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી અર્થે બંને આરોપીઓને ટંકારા પોલીસ મથકમાં સોંપી આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઇ તા.૨૯ જુલાઈ ૨૦૨૪ના બપોરના બે એક વાગ્યાની આસપાસ એક રીક્ષામાં ત્રણ અજાણ્યા ઇસમોએ ટંકારા ખીજડીયા ચોકડી પાસેથી પોતાની રીક્ષામાં ટંકારા તાલુકાના મેઘપર ઝાલાના વતની એવા ભોગ બનનાર વૃદ્ધ દંપતીને પેસેન્જર તરીકે બેસાડી વૃદ્ધની નજર ચુકવી બંડીના ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા-૫૦ હજાર સેરવી લઇ ચોરી કરી લઈ લીધા હતા. ત્યારે પોણા બે માસ પહેલા બનેલ ચોરીના બનાવ અંગે ગઈ તા.૧૯/૦૯ના રોજ વૃદ્ધ દ્વારા ટંકારા પોલીસ મથકમાં રીક્ષા ચાલક સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

ઉપરોક્ત બનાવ અંગે મોરબી જીલ્લા પોલીસની અલગ અલગ ટીમ કાર્યરત હોય જેમાં મોરબી ક્રાઇમ બ્રાંચ/પેરોલફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આજુબાજુના નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી ચલાવી રહ્યા હોય તે દરમિયાન તા.૨૧/૦૯ ના રોજ એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને સયુંકતમાં બાતમી હકિકત આધારે સી.એન.જી. રીક્ષા નં. જીજે-૦૩-બીટી-૬૪૮૧માં ચોરીના ગુનાને અંજામ આપનાર બે ઇસમોને ટંકારાની લતીપર ચોકડી ખાતેથી હસ્તગત કરી પુછપરછ કરતા પોતે તથા અન્ય એક ઇસમ એમ ત્રણ જણાએ મળી ઉપરોકત ચોરીના ગુનાની કબૂલાત આપી હતી. આ સાથે બંને આરોપી અશ્વિન છગનભાઇ તરશીભાઇ ચારોલીયા ઉવ-૨૧ રહે.રાજકોટ કોઠારીયા રોડ ઝુપડામાં તથા આરોપી બાબુભાઇ ગાંડુભાઈ સોલંકી ઉવ-૬૦ રહે.રાજકોટ માધાપર ચોકડીને ચોરીના રોકડા રૂપિયા ૫૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા મળી કુલ રૂ. ૨ લાખનો મુદામાલ હસ્તગત કરી ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. જ્યારે ત્રીજો આરોપી સંજય છગનભાઇ તરશીભાઇ ચારોલીયા રહે.રાજકોટ કોઠારીયા રોડ ઝુપડાવાળાની શોધખોળ શરૂ કરી છે. હાલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી અર્થે બંને આરોપીઓને ટંકારા પોલીસ મથકમાં સોંપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!