Wednesday, September 25, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું,એક દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા

મોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યું,એક દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા

મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકમાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા છે. જેમાં કેનાલમાં પડી ગયેલી ત્રણ વર્ષની બાળકી સહિત કુલ પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા અંગે અ. મોતની નોંધ નોંધવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સુ.નગર જીલ્લાના ચોટીલા ગામે પોપટપરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ રાજુભાઈ સરવૈયા નામના ૨૪ વર્ષીય વેપારી યુવકે વાંકાનેર બાઉન્ડ્રી નજીક પોતાની ઇકો કાર રજી.નં.જીજે-૧૩-સીએ-૪૯૧૩ વાળીમાં કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને કુવાડવા ગામે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી વિજયભાઈને મૃત જાહેર કર્યા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આપઘાત કરવા પાછળના કારણો સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજા અપમૃત્યુના બનાવમાં વેગડવાવ ગામ નજીક આવેલ પોતાની વાડી-ખેતરે કામ કરતા શાંતિભાઇ હરજીભાઇ રાઠોડ ઉવ-૫૦ રહે.નવા વેગડવાવ તા હળવદવાળાને અકસ્માતે વીજ શોક લાગતા તેઓને તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન શાંતિભાઈનું મોત નીપજ્યું હતો. ત્યારે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટરે હળવદ પોલીસને જાણ કરાઈ હતી. હાલ પોલીસે અ.મોતની નોંધ કરવામાં આવી છે.

જ્યારે ત્રીજા બનાવમાં હળવદ તાલુકાના નવા અમરાપર ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં ડૂબી ગઈ હાલતમાં અજાણી આશરે ૨૦ થી ૪૦ વર્ષની સ્ત્રીની લાશ મળી આવી હતી. જે મળેલ લાશ બાબતે નવા અમરાપર ગામના સંજયભાઈ ઉર્ફે બકાભાઈ દ્વારા પોલીસને પ્રાથમિક વિગતો આપી હતી જે આધારે પોલીસ સ્થળ ઉપર પહોંચી લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃત્યુના આ બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી મૃતક અજાણી સ્ત્રીની ઓળખ મેળવવા સહિત તેના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે.

ચોથા અપમૃત્યુના બનાવ અંગેની મળતી માહિતી અનુસાર હળવદના રણજીતગઢ ગામે આવેલ હસમુખભાઈ દલવાડીની વાડીમાં કામ કરતા ખેતશ્રમિક પરિવારની ૦૩ વર્ષીય બાળકી દેવકી પાંડયાભાઈ તડવી રણજીતગઢ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલના પાણીમાં કોઈપણ કારણોસર પડી જતા પાણીમાં ડૂબી જવાથી ૩ વર્ષીય માસુમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હાલ હળવદ પોલીસે માસુમ બાળકીના મોત અંગે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

આ ઉપરાંત અપમૃત્યુના પાંચમાં બનાવમાં મૂળ આસામ રાજ્યનો વતની હાલ મોરબી લીલાપર રોડ બી-૧૨૦૩ ઓમકાર રેસિડેન્સીમાં રહેતા એમ.ડી.હીફઝુલા અબ્હુસ સહીદ ઉવ.૩૨ એ પોતાની પત્ની સાથેના રોજે રોજના ઝઘડાથી કંટાળી જઈ ગત તા.૨૩/૦૯ના રોજ સાંજના ૫ વાગ્યાની આસપાસ ઓમકાર રેસિડેન્સીના ચોથા માળ ઉપરથી નીચે કૂદી જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લાવતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ આપઘાતના આ કેસની પોલીસ તપાસમાં મૃતક યુવકની પત્ની લાલદુસાંગીતોઈમુઈ ઉર્ફે સોનીયા એમ.ડી.હીફઝુલા અબ્હુસ સહીદ ઉવ.૩૭ રહે.બી ચારસો ત્રણ ઓમકાર રીસીડેન્સી લીલાપર રોડ મોરબી મુળ રહે.બે વેસ્ટ ભંડરીમાં સેન્ટ્રલ કેચમેન્ટ આર.એફ.નોર્થ ત્રીપુરાવાળી પાસેથી મળેલ વિગતોને આધારે પોલીસે અ. મોત ની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!