Thursday, December 26, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો:પોલીસે વાલી વારસની શોધખોળ...

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો:પોલીસે વાલી વારસની શોધખોળ હાથ ધરી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ૨૪ /૯/ ૨૦૨૪ ના રોજ આશરે ૨૦ થી ૨૫ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહના શરીરના અલગ અલગ ભાગ પર ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. જે લાશની ઓળખ મેળવવા માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ ઓળખતા હોય તો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેના શરીરે ડિઝાઇન વાળો જાંબલી રંગનો શર્ટ, કાળા રંગનું પેન્ટ પહેરેલ છે. જેમાં શરીરમાં છાતીના ભાગે ડાબી અને જમણી બાજુ રતાશ પડતાં ડાઘ જોવા મળી રહ્યા છે. કમરના બંને ભાગે છોલાયાના નિશાન અને ગુપ્ત આગળના ભાગે ઇજાના નિશાન તથા લોહી નીકળતું જોવા મળ્યું હતું. જે અજાણ્યા પુરૂષના સગા સબંધીની ઓળખ થઈ ન હોવાથી કોઈ ઓળખતા હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોનીક નં. ૦૨૮૨૨ ૨૪૨૫૯૨ તથા મોબાઇલ નં. ૬૩૫૯૬ ૨૬૦૬૫ તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.બી.મિશ્રા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મોબાઇલ નં. ૭૬૦૦૩ ૬૮૧૬૧ પર સંપર્ક કરી જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!