Monday, December 23, 2024
HomeGujaratSMC ટીમ દ્વારા મોરબીના સો ઓરડી વિસ્તારમાં દરોડો પાડી દારૂની બોટલ સાથે...

SMC ટીમ દ્વારા મોરબીના સો ઓરડી વિસ્તારમાં દરોડો પાડી દારૂની બોટલ સાથે બે ઈસમોને પકડી પાડયા

મોરબીના નવી એસપી ઓફિસ પાસે, 100 ઓરડી વિસ્તાર ઓપ્પો હનુમાનજી મંદિર મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC દ્વારા પ્રોહીબિશનની રેઈડ પાડવામાં આવી હતી. જ્યાંથી SMC એ વિદેશી દારુના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી ત્રણ બોટલ દારૂ, વાહન, મોબાઇલ અને રોકડ મળી કુલ ૮૭,૬૦૫ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરવામાં આવી છે..

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નવી એસપી ઓફિસ પાસે 100 ઓરડી વિસ્તારમાં પરશુરામ પોટરી ગ્રાઉન્ડ સામે આવેલ હનુમાનજીના મંદિર પાસે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC પીએસઆઈ ડી.વી.ચિત્રા સહિતની ટીમ દ્વારા રેઇડ પાડવામાં આવી હતી. જ્યાંથી SMC દ્વારા ભારતીય બનાવટ ની ઇંગ્લિશ દારૂની ત્રણ બોટલ કિંમત રૂ. 1395/-, 02 મોબાઇલ કિંમત રૂ. 10,000/-, 02 વાહન કિંમત રૂ. 70,000/- અને રોકડ રૂ. 6,210/- મળી કુલ 87,605/- રૂ. મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં SMC દ્વારા સંદિપભાઈ બેચરભાઈ ચાવ (મુખ્ય આરોપી) અને કિશન ભૂપતભાઈ ગાંધીને પકડી કલમ 65(A)(E),81, 98(2),116(B) હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પકડાયેલા આરોપીની પૂછપરછમાં જયદિપભાઈ ઉર્ફે જયુ બેચરભાઈ ચાવ (સહ આરોપી) અને ધાંગધ્રા ના મુબારકભાઈ(અંગ્રેજી દારૂનો મુખ્ય સપ્લાયર) નામના ઇસમોના ના ખુલતા બન્ને ને વોન્ટેડ આરોપી જાહેર કરી બન્ને ને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!