Sunday, December 22, 2024
HomeGujaratટંકારામાં રહેણાંક બહાર જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી પોલીસ ઝપટે ચડ્યા

ટંકારામાં રહેણાંક બહાર જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી પોલીસ ઝપટે ચડ્યા

ટંકારામાં ટાઉનમાં ઉગામણા નાકા નજીક આવેલ નવઘણભાઈના રહેણાંક મકાનની બહાર સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમી રહેલા છ ઇસમોને પૂર્વ બાતમીને આધારે ટંકારા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં પૈસાની હરજીતના જુગારની મજા માણી રહેલા નવઘણભાઈ બચુભાઈ ડાભી ઉવ.૪૫, જીગ્નેશભાઇ કાળુભાઈ ઉઘરેજા ઉવ.૩૫, કરશનભાઈ બચુભાઈ ડાભી ઉવ.૩૭, જગદીશભાઈ બચુભાઇ ડાભી ઉવ.૩૨, કાળુભાઈ બાબુભાઇ મકવાણા ઉવ.૩૪ તથા પરેશભાઈ વશરામભાઈ દેગામા ઉવ.૨૭ બધા રહે.ટંકારા ઉગમણા નાકાવાળાઓની પાસેથી રોકડા રૂ.૧૩,૩૦૦/- સાથે તમામ આરોપીઓની અટક કરી જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!