૧૮મી લોકસભામાં ભારત સરકારે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા ૨૪ સંસદીય સમિતિઓની રચના કરી છે. જેમાં પેટ્રોલીયમ અને નેચરલ ગેસ સમિતિમાં સભ્ય તરીકે કચ્છના લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવી છે. તેમજ પાર્લામેન્ટ્રી કમિટી દ્વારા જોઈન્ટ કમિટી ઓન ઓફિસ ઓફ પ્રોફિટ સમિતિમાં પણ સદસ્યતા આપવામાં આવી છે…
વડાપ્રધાન નરેન્દ્રમોદીના ત્રીજા કાર્યકાળમાં વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે ૨૪ સંસદીય વિભાગીય સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં પેટ્રોલીયમ અને નેચરલ ગેસ કમિટીમાંથી સુનિલ દતાત્રય તટકરેજીના અધ્યક્ષ સ્થાને સમિતિમાં કચ્છ મોરબી લોકસભા સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન લોસભાના સમયગાળા માટે નફાની કચેરીઓ પરની સંયુક્ત સમિતિના સભ્ય તરીકે સાંસદ વિનોદ ચાવડાની વરણી કરવામાં આવી છે.
સાંસદ વિનોદભાઇ ચાવડાને સદસ્યતા આપવામાં આવતા જણાવ્યુ હતું કે, સ્ટેન્ડીંગ કમિટી પેટ્રોલીયમ અને નેચરલ ગેસ સમિતિમાં નિર્ધારિત નીતિઓ, માર્ગદર્શી સિધ્ધાંતો અનુસાર સલાહ સુચન અમલીકરણ માટેની સમિતિ છે. જેમાં મને સહભાગી થવાથી તક સાંપડી છે તેમજ પાર્લામેન્ટરી જોઇન્ટ કમિટી ઓફિસ ઓફ પ્રોફીટ કમિટીમાં મને સ્થાન મળેલ છે. તે મારૂ સદભાગ્ય અને કાર્ય કરવાના સંકલ્પ પ્રોત્સાહન પુરૂ પાડે છે તેમ જણાવ્યું હતું.