મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મોરબી પોટરી પાસે ત્રણ શખ્સોએ અગાઉ મિત્રનો સાળો યુવતીને ભગાડી ગયો હોય જે બાબતનો ખાર રાખી ભાગી જનાર યુવતીના ભાઈ સહિત ત્રણ શખ્સો દ્વારા યુવકને માથામાં ઈટ મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી-૨ માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા બચુભાઇ ઉર્ફે બચ્ચન જેઠાભાઇ સોલંકી ઉવ.૩૧એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મહેશભાઈ રમેશભાઈ લોચા, રાહુલભાઈ કરશનભાઇ મૂછડીયા તથા નીતિન કરશનભાઇ મૂછડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૧૫/૦૯ના રોજ રાત્રીના ૯ વાગ્યાના અરસામાં બચુભાઇ તથા તેમનો મિત્ર મહેશભાઈ સોલંકી મોરબી પોટરીના ગ્રાઉન્ડમાં બેઠા હોય ત્યારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ બે અલગ અલગ બાઇકમાં ત્યાં આવ્યા હતા અને બચુભાઇ અને તેમનો મિત્ર જ્યાં બેઠા હોય તે જગ્યાએ આવી અગાઉ બચુભાઈના મિત્ર મહેન્દનો સાળો આરોપી મહેશભાઈ લોચાની બહેનને ભગાડી ગયો હોય તે બાબતનો રોષ રાખી આરોપી રાહુલ મૂછડીયા જેમફાવે તેમ અપશબ્દો આપવા લાગેલ અને ત્યાં પડેલ ઈટ વડે બચુભાઈના માથામાં જોરદાર ઘા માર્યો હતો, અને આરોપી મહેશભાઈ લોચાએ પોતાની પાસે રહેલ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે માથામાં ઈટ વાગવાથી લોહી લુહાણ હાલતમાં બચુભાઈને સારવાર અર્થે તેમનો મિત્ર મહેશભાઈ સોલંકી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં ચાર દિવસની સારવાર બાદ બચુભાઈને હોસ્પિરલમાંથી રાજા આપવામાં આવી હતી. ત્યારે સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ સમાધાન ન થતા બચુભાઇ દ્વારા ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હતબ દગારવામાં આવી છે.