Saturday, November 23, 2024
HomeGujaratમાળીયા મી.અને હળવદ તાલુકાના ખેડૂતોને પાવર ગ્રીડ કોર્પોરેશન RE દ્વારા ૭૬૫ કેવી...

માળીયા મી.અને હળવદ તાલુકાના ખેડૂતોને પાવર ગ્રીડ કોર્પોરેશન RE દ્વારા ૭૬૫ કેવી ડબલ સર્કિટ લાઈન બાબતે ન્યાયિક વળતર ચૂકવવા રજૂઆત કરાઈ

માળીયા અને હળવદ પંથકના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. પાવર ગ્રીડ કોર્પોરેશન RE દ્વારા ૭૬૫ કેવી ડબલ સર્કિટ લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનમાં નિર્માણ કાર્યની બાબતમાં મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાના ૧૦ ગામોથી વધુ ગામના ખેડૂતોને વળતરમાં થતાં અન્યાય બાબતે તેમજ ખેડૂતો અને પોલીસ વચ્ચે થતાં ઘર્ષણ થતાં અટકાવવા માટે અને કંપનીની દાદાગીરી નાથવા તાત્કાલિક કામ બંધ કરવા તેમજ કલેકટર દ્વારા થયેલ વટહુકમ કમ્પ્યુટરરાઇઝ થયેલો છે તેને પેંન્ડીગ માંથી ઓફિસિયલ એવોર્ડથી રજુ કરવા રજૂઆત કરવામાં આવી હતી…

- Advertisement -
- Advertisement -

માળીયા અને હળવદ પંથકના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. પાવર ગ્રીડ કોર્પોરેશન RE દ્વારા ૭૬૫ કેવી ડબલ સર્કિટ લાકડીયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનમાં નિર્માણ કાર્ય કરવામાં આવી રહયું છે. જેમાં મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાના ૧૦ ગામોથી વધુ ગામના ખેડૂતોને વળતરમાં થતાં અન્યાય બાબતે તેમજ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં અટકાવવા માટે અને કંપનીની દાદાગીરી નાથવા તાત્કાલિક કામ બંધ કરવા તેમજ કલેકટર દ્વારા થયેલ વટહુકમ કમ્પ્યુટરરાઇઝ થયેલો છે તેને પેંન્ડીગ માંથી ઓફિસિયલ એવોર્ડથી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ માંગ કરી છે કે ચોમાસા દરમિયાન ખેતરમાં કામ નહિ કરવું, કલેકટર દ્વારા યોગ્ય સુધારા હુકમ વળતરની રકમ ચૂકવવાનો ઓર્ડર કરવામાં આવે, અગાઉના જિલ્લાની જેમ કમિટીની રચના કરી વળતરની રકમ નક્કી કરવામાં આવે, ખેડૂતોને વળતર બાબતે લેખિતમાં લખી આપવામાં આવે, ખેડૂત સાથે દાદાગીરી અને દમનગિરિ તાત્કાલિક બંધ કરવામાં આવે, ખેડૂતોને કેટલું વળતર આપવામાં આવશે ? જે હાલના બજાર ભાવ પ્રમાણે કેટલું યોગ્ય છે. ? તેનો યોગ્ય સર્વે કરવામાં આવે, કચ્છ જિલ્લામાં ૨૦૨૧ માં કલેકટરે આપેલ હુકમ મુજબ યોગ્ય કમિટીની રચના કરી જે તે જિલ્લાના તાલુકાના ગામની સૌથી વધુ જંત્રીને આધાર ગણી તે પ્રમાણે હાલના GR ને આધાર મુજબ વળતર ચૂકવાવમાં આવે, જ્યાં સુધી કલેકટર દ્વારા એવોર્ડ જાહેર ન થયા ત્યાં સુધી કામ બંધ રાખવામાં આવે, અગાઉ વળતરની કિંમત બજાર દર કરતાં વધી જાય તો જેના આધારે મેજિસ્ટ્રેટે જિલ્લાના કલેક્ટર, ડેપ્યુટી કલેકટર નિશ્ચિત કરાયેલ પ્રવર્તમાન દરના આધારે નક્કી કરવામાં આવશે તથા ટાવર બેઝ એરિયા માટે વળતર જમીનની કિંમત ૨૦૦ ટકા હશે, ROW માટે વળતરની રકમ જમીનની કિંમતના ૩૦ ટકા હશે જે ડીસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટે કલેકટર દિલ્હી, ડેપ્યુટી કલેક્ટરને આજ પાવર રહેશે. જેનો હુકમ તા. 14/06/2024ના રોજ કરવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા એક જ રાજ્યમાં બે ભાવથી વળતર ચૂકવવાની નીતિથી સરકાર પ્રત્યે ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે. તેમજ ખેડૂતોની વ્યાજબી અને ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ખેડૂતો સાથે દાદાગીરી કરી ખેડૂતોના ખેતરમાં જબરદસ્તી કામ કરવામાં આવશે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ માળીયા અને હળવદ પંથકમાં ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!