શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા આવ્યો માં નો રૂડો અવસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા. ૨૯/૦૯/૨૦૨૪ ને રવિવારના રોજ મોરબીના રવાપર રોડ બાપા સીતારામ ચોક ખાતે લોકસાહિત્ય અને હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા અને વક્તા અને લેખક શૈલેષભાઈ સગપરિયાએ હાજરી આપી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા આવ્યો માં નો રૂડો અવસર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટ દ્વારા ઉમા સંસ્કારધામ લજાઈ (સમાજવાડી)માં એક સાથે બે પ્રસંગ થઈ શકે તેવા બે લગ્ન હોલ, ૨૪ રૂમનું “ઉંમા અતિથિગૃહ’ ઉમા રંગ ભવન તથા ઉમા આદર્શ લગ્ન હોલનું આયોજન સાથે શ્રી ઉમિયા માતાજીનું મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી મોરબીના સમાજની વર્ષો જૂની જરૂરિયાત પૂર્ણ કરવા માટેનું સ્વપ્ન પૂર્ણ કરવામાં આવ્યું છે. જે મંદિરમાં તા. ૧૩-૧૧-૨૦૨૪ થી ૧૫-૧૧-૨૦૨૪ સુધી દિવસ-3 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન “ઉમાં સંસ્કારધામ” લજાઇ ખાતે આયોજન કરવામા આવ્યું છે. જેના ભાગરૂપે તા. ૨૯/૦૯/૨૦૨૪ ને રવિવારના રોજ મોરબીના રવાપર રોડ બાપા સીતારામ ચોક ખાતે લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર મનસુખ ભાઈ વસોયા અને વક્તા અને લેખત શૈલેષભાઈ સગપરિયાએ હાજરી આપી હતી. જેમાં શૈલેષભાઈ સગપરિયાએ માર્ગદર્શન આપ્યું હતું. જે કાર્યક્રમમાં સમાજના આર્ય પુરુષો, સમાજના શ્રેષ્ઠીઓ, ઉમા સંસ્કાર ધામ મોરબીના ભામાશાઓ, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજના સુધારકો, ઉધોગપતિઓ, અલગ અલગ સંસ્થાના હોદેદારો તેમજ વિવિધ સંસ્થાના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હાલમાં અમદાવાદ-ગાંધીનગર શિક્ષણનું હબ બની રહ્યું છે. ત્યારે સમાજની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદમાં રહી શકે એ હેતુ માટે મોરબી જિલ્લાની દીકરીઓ માટે ૩૬-રૂમનું “ઉમા વિદ્યાર્થી ભવન” ની ખરીદી કરી આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.